________________
૪૦
દેવદ્રવ્યના અન્ય પ્રકારો વિશે ઃ
-
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
(૧) શ્રાદ્ધવિધિ ગ્રંથમાં દેવદ્રવ્યના પૂજા અને નિર્માલ્ય એમ બે પ્રકાર
દર્શાવ્યા છે.
અહીં ઉલ્લેખનીય છે કે, અલગ-અલગ ગ્રંથકારોએ ભિન્ન-ભિન્ન વિવક્ષાથી દેવદ્રવ્યના એક, બે, ત્રણ અને તેનાથી પણ અધિક પ્રકારો વર્ણવ્યા છે. તે સર્વેને સૂક્ષ્મદષ્ટિએ વિચારીને તે વિભિન્ન પ્રકારના દેવદ્રવ્યનું સર્જન અને તેનો સદુપયોગ શાસ્રષ્ટિએ નક્કી કરવાનો હોય છે. વળી, દેવદ્રવ્યના ત્રણ પ્રકાર સંબોધ પ્રકરણકારે એક ચોક્કસ વિવક્ષાને (અપેક્ષાને) ધ્યાનમાં રાખીને બતાવ્યા છે. તે ત્રણ પ્રકારમાં દેવદ્રવ્યના તમામ પ્રકારોને સમાવવાનું ગ્રંથકારે ક્યાંયે કહ્યું નથી, લખ્યું નથી. જો અર્થાપત્તિથી પણ તેવું અર્થઘટન કરીશું, તો શ્રાદ્ધવિધિમાં તો દેવદ્રવ્યના બે જ પ્રકાર બતાવ્યા છે અને દ્રવ્યસઋતિકાની અવસૂરિમાં ત્રણથી અધિક પ્રકારો દેવદ્રવ્યના બતાવ્યા છે, તેની સાથે સંગતિ થઈ શકશે નહીં અને ગ્રંથકારો અન્ય ગ્રંથ સાથે વિરોધ આવે એવું લખે નહીં - જણાવે નહીં. આથી અલગઅલગ ગ્રંથોમાં દેવદ્રવ્યના પ્રકારોની સંખ્યામાં જે તફાવત જોવા મળે છે, તેમાં ગ્રંથકારોની વિવક્ષા જ પ્રધાન છે, એમ જાણવું અને એ ત્રણ પ્રકારમાં દેવદ્રવ્યના તમામ પ્રકારોને સમાવવાનો આગ્રહ (કદાગ્રહ) શાસ્ત્રીય નથી, એ પણ જાણવું.
(૨) દ્રવ્યસપ્તતિકા ગ્રંથની પૂ. વિદ્યાવિજય મ.સા. રચિત અવસૂરિમાં દેવદ્રવ્યના બીજા પણ પ્રકાર દર્શાવ્યા છે. તે નીચે મુજબ છે –
“xxxx निश्रीकृतत्वं - ढौकनेन विशिष्टनिर्णयात्मकसंकल्पनेन मनसा वाचा कर्मणा वा त्रयेण वा प्रदानस्य स्वीकारेण वह्यादौ लिखनेन लिखापनेन उत्सर्पणादिद्वाराप्राप्त श्रीसंघादेशेन, शास्त्राज्ञासिद्धादिप्रकारेण, संबोध - प्रकरणादिग्रन्थनिर्दिष्टैः आचरितकल्पितनिर्माल्यादिप्रकारैश्च संभाव्यते । विशेषार्थिभिर्विशिष्टश्रुतवन्निश्रयोहनीयमेतत् तत्त्वम् ।"