SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ - ૨ : દેવદ્રવ્યના વિવિધ પ્રકારો - ૪૧ અર્થ:- દેવાદિના દ્રવ્ય તરીકે નક્કી કરેલા ધન-ધાન્યાદિ ઉપર પોતાના સંબંધ (અધિકાર)નો ત્યાગ કરવાપૂર્વક પરના સંબંધનું = દેવાદિના સંબંધનું નક્કી આપાદન કરવું, તેને નિશ્રા કહેવાય છે. આ નિશ્રાકૃત દ્રવ્ય, કેટલી રીતે હોઈ શકે તે જણાવતાં કહે છે કે, - દેવાદિની આગળ ધરવા વડે, વિશિષ્ટ નિર્ણયાત્મક સંકલ્પ વડે, મનથી કે વચનથી કે કાયાથી અથવા ત્રણેયથી પ્રદાનનો (દાન આપવાનો) સ્વીકાર (પોતે સ્વીકાર) કરવા વડે, વહિ-ચોપડા વગેરેમાં લખવા-લખાવવા વડે, ઉછામણી આદિ દ્વારા (ઉછામણી બોલવાથી) શ્રીસંઘે આપેલા આદેશથી, શાસ્ત્રાજ્ઞાસિદ્ધ વગેરે પ્રકા૨ વડે, સંબોધ પ્રકરણ ગ્રંથમાં નિર્દિષ્ટ એવા આદાન-કલ્પિત-નિર્માલ્ય આદિ પ્રકારોથી સંભવે છે. આ વિષયમાં વિશેષ જાણવાની ઇચ્છાવાળા વ્યક્તિઓ વડે વિશિષ્ટ શ્રુતવાન મહાપુરુષોની નિશ્રાથી આ તત્ત્વ વિચારવા યોગ્ય છે. ટિપ્પણી : (૧) પૂર્વોક્ત અવસૂરિના પાઠમાં દેવદ્રવ્યના વિવિધ ભેદો વર્ણવ્યા છે. એ સર્વે ભેદોનું સ્વરૂપ સમજીને દેવદ્રવ્યના વિષયમાં જુદા-જુદા ભેદ પાડવા જરૂરી છે. તો જ ‘દેવદ્રવ્ય’ના સ્વરૂપ-પ્રકાર અને તેના સદુપયોગના વિષયમાં સ્પષ્ટીકરણ થઈ શકે છે. (૨) પૂર્વોક્ત દેવદ્રવ્યના ભેદોનું સ્પષ્ટીકરણ : : (૧) દેવ આગળ ધરેલું ઃ- દેવની સમક્ષ ધરવામાં આવતા અક્ષતફળ-નૈવેદ્ય આદિ દ્રવ્યો દેવદ્રવ્ય બને છે. આ ભેદનું પૂર્વે અલગ વિવક્ષાથી નિરૂપણ આવી ગયેલ છે. (૨) સંકલ્પ વડે :- “હું અમુક રકમ દેવકાર્યમાં વાપરીશ” આવા વિશિષ્ટ નિર્ણય સ્વરૂપ સંકલ્પ કરવામાં આવે, ત્યારે તે સંકલ્પિતઅવધારેલી રકમ દેવદ્રવ્ય બને છે. જેમ કે, “આવતા પર્યુષણામાં હું ૫૦,૦૦૦ રૂ।. મહાપૂજામાં વાપરીશ” - આવા પ્રકારના સંકલ્પપૂર્વક તે ૨કમ પોતાની પાસે અલગ રાખવામાં આવે કે સંઘને આપવામાં આવે,
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy