________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
૪૧૦
લઈ રહ્યા છે અને સુવિહિત ધર્મોપદેશકો ઉપદેશ દ્વારા તેવા શાસ્ત્રવિહિત કાર્યોમાં પ્રેરણા આપી રહ્યા છે.
જિજ્ઞાસા : કેટલાકો સંઘના દેરાસરમાં જિનભક્તિ સાધારણનો દેવકું સાધારણ) ભંડાર મૂકાવે છે અને સ્વદ્રવ્યથી પૂજાનો આગ્રહ રાખે છે તે ઉચિત છે ?
તૃપ્તિ : તેમાં અનુચિત જેવું કશું નથી, કારણ કે, જેઓ શાસ્ત્રવચનને અનુલક્ષીને સ્વદ્રવ્યથી પૂજાનો આગ્રહ રાખે છે તેઓ શ્રી જિનભક્તિ સાધારણનો ભંડાર પારકા દ્રવ્યથી પૂજા કરવાની સગવડ આપવા નથી મૂકાવતા પણ અનેક કા૨ણોસ૨ જેઓ પૂજાદિની સામગ્રી રોજ લાવી ન શકતા હોય, તેઓ દેરાસરમાં તૈયાર રખાયેલી જેટલી સામગ્રી વાપરે તેટલું દ્રવ્ય કે તેનાથી અધિક તે ભંડારમાં નાંખી તેને સ્વદ્રવ્ય બનાવી સ્વદ્રવ્યથી પ્રભુપૂજા કર્યાનો આનંદ અનુભવે તે માટે એ મૂકાવે છે. ક્યાંક ક્યાંક તે ભંડાર ઉપર પણ તેવા પ્રકારનું લખાણ લખવામાં આવ્યું હોય છે, જે ધ્યાન પૂર્વક વાંચવાથી આ હકીકતની પ્રતિતી થશે.