________________
પરિશિષ્ટ-૧૨
૪૦૯
તૃપ્તિઃ એવો શ્રાવક પણ વગર પૈસે પ્રભુભક્તિનો લાભ મંદિરના બીજા કાર્યો કરવા દ્વારા મળવી શકે છે, તે આપણે શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથોના આધારે ઉપર જોઈ ગયા. મતિકલ્પનાથી લાભાલાભનો વિચાર કરવો યોગ્ય નથી. આજ્ઞા વિહિત પ્રવૃત્તિમાં જ સઘળા લાભ સમાયેલા છે.
જિજ્ઞાસા દર્શનશુદ્ધિ, શ્રાદ્ધદિનકૃત્ય, ઉપદેશપદ, ધર્મસંગ્રહ, શ્રાદ્ધવિધિ તથા દ્રવ્યસતતિકાએ દરેક ગ્રંથોમાં “સતિ હિદેવદ્રવ્ય'...વાળો પાઠ મળે છે જે એમ દર્શાવે છે, કે દેવદ્રવ્ય હોય તો દરરોજ ચૈત્યસમારચન (સમારકામ) મહાપૂજાસત્કાર સંભવિત બને. વળી ઉપદેશપદ, શ્રાદ્ધદિનકૃત્ય આદિમાં એમ પણ કહ્યું કેજિનમંદિર-જિનપ્રતિમાની યાત્રા, (અઢાઈમહોત્સવ) સ્નાત્ર વગેરે પ્રવૃત્તિઓ ચાલુ રાખવામાં કારણ ભૂત સુવર્ણ વગેરે રૂપચૈત્યદ્રવ્યની વૃદ્ધિ કરવી એ ઉચિત છે. આ પાઠોને આધારે શ્રાવકો ભગવાનની પૂજાની પોતાની કરણી આવા પ્રકારના દેવદ્રવ્યમાંથી કરી શકે અને શ્રી સંઘ તેવા પ્રકારની વ્યવસ્થા ગોઠવી આપે એવું અર્થઘટન પ્રસ્તુત પુસ્તકમાં કર્યું છે તે બરાબર છે? - તૃપ્તિઃ આ પાઠો શ્રાવકોને પોતાની જિનપૂજાની કરણી માટે તે તે પ્રકારના દેવદ્રવ્યોનો ઉપભોગ કરવાની છૂટ નથી આપતા. પરંતુ પહેલા કહી ગયા તેમ અવધારણ બુદ્ધિએ શ્રી જિનભક્તિના ઉત્સવ, મહોત્સવ, યાત્રા, સ્નાત્ર, આંગી, પૂજા આદિ માટે તે તે પ્રકારના દેવદ્રવ્યના નિધિમાં શ્રાવકે સ્વશક્તિ અનુસાર સદા વૃદ્ધિ કરતા રહેવું જોઈએ જેથી તે તે કાર્યો સુંદર પ્રકારે સદા થતા રહે એવા પ્રકારની પ્રેરણા કરે છે. આમાં લેવાની વાત નથી પણ આપવાની વાત છે. ઉપભોગ કરવાની વાત નથી પણ સમર્પણ કરવાની વાત છે. જેઓ વિપરીત અર્થઘટન કરે છે તેઓ ઉન્માર્ગદશનાના માર્ગે જઈ રહ્યા છે. આજે પણ અનેક સંઘોમાં આવા પ્રકારના પ્રભુભક્તિ નિમિત્તના ભંડોળ દ્વારા તે તે ભાગ્યશાળીઓ તરફથી તે તે દિવસોમાં પૂજા, આંગી, પ્રભાવના, ઉત્સવ, મહોત્સવ, રથયાત્રા આદિ કાર્યો સુંદર પ્રકારે થયા કરે તેવી વ્યવસ્થા દરેક સંઘોમાં ચાલુ જ છે. એ જ રીતે પોતાની નિત્યપૂજાની કરણી માટે શ્રી જિનભક્તિ સાધારણના ભંડોળમાં પોતાનો યથાયોગ્ય ફાળો નોંધાવી સ્વદ્રવ્યથી પૂજા કરવાનો લાભ વિવેકી શ્રાવકો