________________
પરિશિષ્ટ-૧૩ શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના દેવદ્રવ્ય અંગે સ્પષ્ટ ઠરાવ
ધાર્મિક હિસાબ તપાસણી
(૧)
“કેટલાક કારભારી તો એમ જ જાણે છે કે, દેરાસરનો કારભાર તો અમારા વારસામાં આવેલો છે, તે અમે જ કરીએ. પોતાની શક્તિ ન હોય તે છતાં બીજાને કારભાર સોંપે નહિ, ને પોતાથી કામ થાય નહિ. તેથી કેટલાક પ્રકારની દેવદ્રવ્યની હાનિ થાય ને પોતાનું દુર્ગતિમાં જવું થાય. આગ્રહથી કારભાર રાખવો, કોઈ જોવા માંગે તો બતાવવો નહીં. એ જિનશાસનની મરજાદાથી (મર્યાદાથી) ઉલટું છે.”
– ભરૂચવાળા શેઠ અનુપચંદ મલકચંદ ઉપરના શબ્દો પોતાની લાક્ષણિક શૈલીમાં બીજા મુંબઈ અધિવેશનમાં ઉચ્ચારતાં ધર્માદા ખાતાઓના હિસાબો ચોખા રાખવાની આવશ્યકતા ઉપર ખાસ ભાર મૂકયો હતો અને નીચેનો ઠરાવ રજૂ કર્યો હતો.
(૧) “આપણાં જૈન ધર્મના સાર્વજનિક ખાતાઓ જેવાં કે દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્ય સંબંધી ખાતાઓ બહુ જ ચોખવટ વાળા રાખવા.”
(૨) ચાલુ જમાનાને અનુસરીને તે ખાતાઓના આવકજાવકના હિસાબો અને સરવૈયા પ્રત્યેક વર્ષ બરાબર તૈયાર કરવાં.
(૩) અને બની શકે તો તે ખાતાંઓનો હિસાબ પ્રગટ કરવા માટે દરેક શહેરના તથા ગામના જૈન આગેવાનોને આ કોન્ફરન્સ ખાસ સૂચના કરે છે.
(૨) દેવદ્રવ્ય દેવદ્રવ્ય નિમિત્તે જે રકમો અગર મિલકતો હોય તેમ જ હવે પછી તે માટે આપવામાં આવે તેનો ઉપયોગ જિનમૂર્તિ અને જિનમંદિરો માટે જ થઈ શકે તેમ આ કોન્ફરન્સ ભારપૂર્વક જાહેર કરે છે અને જૈન સંઘમાંની કોઈ પણ