________________
૨૧૮
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા તથા પૂર્વકાલીન મહાપુરુષોને ખોટી રીતે સંડોવીને પોતાની મિથ્યા માન્યતાને સિદ્ધ કરવા મહેનત કરી છે. તે તદ્દન અનુચિત છે.
(૫) પૂર્વોક્ત મુદ્દામાં કૌંસમાં લેખકશ્રી જણાવે છે કે, “અમારા મતે પૂજાદિ કાર્ય માટે ભેટ મળેલી રકમ તે પૂજા દેવદ્રવ્ય છે અને જિનમંદિરમાં નિર્વાહ માટેનાં સાધનો દ્વારા સીધી રીતે ભેટ મળેલી રકમ તે કલ્પિત દેવદ્રવ્ય છે.”
– અહીં પૂજાદેવદ્રવ્યની વાત અમને માન્ય જ છે. પરંતુ “કલ્પિત દેવદ્રવ્યના વિષયમાં લખ્યું કે, “જિનમંદિરના નિર્વાહ માટેનાં સાધનો દ્વારા” - અહીં જિનમંદિરના નિર્વાહ માટેનાં સાધનો કયા? તે લેખકશ્રીએ જણાવેલ નથી. તે સાધનો જો શ્રાવકોએ ઉભા કરેલા સ્થાયી ફંડો હોય તો તે અમને માન્ય છે. કારણ કે, સંબોધ પ્રકરણ ગ્રંથનું એમાં સમર્થન છે અને તે સાધનો તરીકે લેખકશ્રી જો “સ્વપ્નાદિકની ઉછામણી' ગણાવતા હોય, તો તે હેજે માન્ય નથી. કારણ કે, તેમાં શાસ્ત્રો અને પરંપરાનું સ્ટેજે સમર્થન નથી. આથી લેખકશ્રીએ નિર્વાહ માટેનાં સાધનોથી ક્યા સાધનો વિવક્ષિત છે તે સ્પષ્ટ શબ્દોમાં જણાવવું જરૂરી હતું, તે કામ કર્યું નથી. તેથી તેમની વાત અધૂરી જ રહે છે.
મુદ્દા નં. ૧૩ (પેજ નં. ૧૬૩)
“આ વાદનાં નિર્ણાયક તરીકે આ વિષયમાં બે મહાત્યાગી મહાત્માઓ છે કે જે બંને સ્વપ્નાદિનાં બોલી -ચડાવાના દ્રવ્યોને કલ્પિત દેવદ્રવ્યમાં લઈ જવાનું સ્પષ્ટ જણાવે છે. એમાં એક મહાપુરુષ છે, પૂજ્યપાદ સ્વર્ગસ્થ આગમોદ્ધારક સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ સાહેબકે જેમણે આબાબત સ્પષ્ટ શબ્દોમાં સુરતનાં આગમ મંદિરના બંધારણમાં જણાવી છે.” સમાલોચના:
(૧) પૂ. સાગરજી મ.સા.ની સ્વાદિકની બોલી અંગેની માન્યતા અને દેવદ્રવ્યના ત્રણ પ્રકારના સ્વરૂપ અંગેની માન્યતા પરિશિષ્ટ-૨૦'માં આપી જ છે. તે જોવાથી સ્પષ્ટ થશે કે, તેઓશ્રી સ્વપ્નાદિકની