________________
પ્રકરણ - ૮ઃ ગુરુદ્રવ્ય અંગે વિચારણા
૨૫૩ (જો કે, પૂર્વે તો એ પરંપરાને અત્યંત યથાયોગ્ય જણાવતા હતા. પરંતુ ૨૦૪૪'ના સંમેલનમાં માન્યતા બદલાતાં હવે એ ઉદાહરણોથી ગુરુપૂજાની વિહિતતા અને ગુરુપૂજાના દ્રવ્યના વિનિયોગની વાત એમને માન્ય નથી.)
– આ વિષયમાં પહેલાં ધાર્મિક વહીવટ વિચાર' પુસ્તકના પૂ. ૧૧૬ ઉપર લખાયેલી વાતો જોઈએ પછી એની સમાલોચના કરીશું.
દ્રવ્ય સપ્તતિકાકારે ગુરુદ્રવ્યના જે બે વિભાગ કરીને ગુરુપૂજનદ્રવ્ય સુવર્ણાદિ કહ્યું છે તે એમણે પોતાની બુદ્ધિથી કહ્યું ખરેખર તો પુરાતન બધા જ શાસ્ત્રકારોએ વસ્ત્રપાત્રથી જ ગુરુપૂજનની વિધિ દર્શાવી છે. પણ દાખલા દાન્તને જોરે જ્યારે અંગપૂજન જોશથી ચાલ્યું ત્યારે ઉપરોક્ત બે વિભાગ પાડવા પડ્યા. ખરી રીતે ગુરૂપૂજા કોઈ પણ શાસ્ત્રમાં વિહિત હતી નહીં. એટલે જ્યારે હીરસૂરિજી મ. સામે પ્રશ્ન આવ્યો ત્યારે તેમણે હેમચંદ્રસૂરિ મહારાજની સુવર્ણકમલની થયેલી પૂજાથી એનું (અંગ પૂજાનું) સમર્થન કરવું પડ્યું. પછી એનું દ્રવ્ય ક્યા ખાતે જાય એનો સવાલ ઊભો થયો એટલે સિદ્ધસેનસૂરિ મહારાજનો દાખલો લઈને હીરસૂરિ મહારાજે જીર્ણોદ્ધારાદિમાં જાય એવું સમાધાન કહ્યું. પણ કયાંય એ અંગપૂજાના દ્રવ્યને દેવદ્રવ્ય ઠરાવ્યું નથી.”
સમાલોચના:
(૧) પૂર્વોક્ત વિધાનોમાં લેખકશ્રીએ વિચિત્ર ટિપ્પણીઓ કરી છે – ગુરુપૂજનની વિધિની બાબતમાં ખોટી કોમેન્ટો કરી છે. તેમાં ગ્રંથકારો અને સુવિહિત મહાપુરુષો માટે ખોટા આક્ષેપો કરાયા છે.
(૨) “દ્રવ્યસપ્તતિકાકારે ગુરુદ્રવ્યના જે બે વિભાગ કરીને ગુરુપૂજન દ્રવ્ય સુવર્ણાદિ કહ્યું છે તે એમણે પોતાની બુદ્ધિથી કહ્યું” આવું લખીને તેમણે ઉપરના બધા મહાપુરુષો ઉપર “શાસ્ત્રમતિથી નહીં પરંતુ પોતાની બુદ્ધિ મુજબ (સ્વમતિથી) લખનારા હતા” તેવો આક્ષેપ મૂક્યો છે. ગ્રંથ અને ગ્રંથકાર બંનેની પ્રામાણિકતા માટે જૈનશાસનમાં કોઈ મતભેદ નથી. છતાં મતાગ્રહ શું શું લખાવે છે? તે વાચકો સ્વયં વિચારે.
(૩) ઉપરના લખાણમાંથી બીજો એવો ધ્વનિ પ્રગટ થાય છે કે, ઉદાહરણોના જોરે સિદ્ધાંત નક્કી ન થાય.