________________
પ્રકરણ - ૫ઃ ઉપદેશપદાદિ ગ્રંથોના દેવદ્રવ્ય
અંગેના પાઠોનું રહસ્ય ઉપોદ્દાતઃ
ધાર્મિક વહીવટ વિચાર' પુસ્તકના લેખકશ્રી અને દેવદ્રવ્ય અને જિનપૂજા' પુસ્તકના લેખકશ્રી તથા અન્ય સાહિત્યના લેખકશ્રીઓ પોતાની “દરેક કક્ષાના શ્રાવકોને દેવદ્રવ્યથી પણ જિનપૂજા થઈ શકે” – આ માન્યતાના સમર્થનમાં ઉપદેશપદ-શ્રાદ્ધદિનકૃત્ય-શ્રાદ્ધવિધિ-દર્શનશુદ્ધિ પ્રકરણ, દ્રવ્યસપ્તતિકા-વસુદેવહિંડી વગેરે ગ્રંથોના “ક્ષતિ દિ રેવદ્રવ્ય" ઇત્યાદિ શાસ્ત્રપાઠો આગળ કરે છે અને ધા.વ.વિ. પુસ્તકના પરિશિષ્ટરમાં આ ગ્રંથોના શાસ્ત્રપાઠો ઉપર અપૂર્વ (1) પ્રકાશ પાથરવાનો પ્રયાસ કર્યો છે અને સ્વાભિમતના સમર્થનમાં ખૂબ દલીલો કરી છે.
સં. ૧૯૭૬ આદિના શ્રમણસંમેલનના સૂત્રધાર પૂજ્યોને એ ગ્રંથોના એ શાસ્ત્રપાઠો જોઈને જે તત્ત્વનિર્ણય નહોતો થયો, એવો અપૂર્વ તત્ત્વનિર્ણય (?) એમાંથી પોતાને થયો છે, એવો પરિશિષ્ટકાર અને લેખકશ્રીનો દાવો છે. પરંતુ તેમનો એ દાવો પોકળ છે.
અહીં મહત્ત્વની વાત તો એ છે કે, લેખકશ્રી અને પરિશિષ્ટકારશ્રીએ સંકલ્પિત અને સમર્પિત દેવાદિ સંબંધી દ્રવ્યના શાસ્ત્ર અને પરંપરાથી (પૂજ્ય સુવિહિત મહાપુરુષોની પરંપરાથી) સિદ્ધ ભેદોને ભૂસીને તથા તે તે ગ્રંથના શાસ્ત્રપાઠોનાઆજબાજુના સંદર્ભોને ભવ્યાત્માઓથી છૂપાવીને તેમને ગેરમાર્ગે દોરવાનું ભયંકર કુકૃત્ય કર્યું છે અને શ્રાવક-શ્રાવિકાને દેવદ્રવ્યના ભક્ષણવિનાશના મહાપાપમાં ધકેલી દેવાની ફૂટીલ ચાલ ચાલ્યા છે.
વાસ્તવિકતા તો એ છે કે, સં. ૨૦૪૪ના સંમેલન પૂર્વે થઈ ગયેલા કોઈપણ સુવિહિત મહાપુરુષોએ એ ગ્રંથોના શાસ્ત્રપાઠોને આગળ કરીને દેવદ્રવ્યસામાન્યથી શ્રાવકને જિનપૂજા કરવાનો માર્ગ ખુલ્લો કરી આપ્યો નથી. છતાં પણ લેખકશ્રી – પરિશિષ્ટકારશ્રીએ અમુક મહાપુરુષોને પણ