________________
૧૬૭
પ્રકરણ - ૫ઃ ઉપદેશપદાદિ ગ્રંથોના દેવદ્રવ્ય અંગેના પાઠોનું રહસ્ય હોત, તો
(અ) શ્રાદ્ધદિનકૃત્ય આદિ ગ્રંથોમાં સ્વવિભવાનુસારી જિનપૂજા શા માટે બતાવી હશે?
(બ) શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથોમાં ઋદ્ધિમાન-મધ્યમ અને નિર્ધન શ્રાવક માટે પૂજાવિધિ બતાવી તેમાં દેવદ્રવ્યથી પૂજા થઈ શકે એવું શા માટે કહ્યું નહીં? નિધન પાસે સ્વદ્રવ્ય ન હોવા છતાં પણ તેને દેવદ્રવ્યથી પૂજા કરવાનું ન કહેતાં અન્યના પુષ્પગુંથવા વગેરે કાર્યો કરવાનું શા માટે
કહ્યું?
(ક) દેરાસરના ઉપકરણો વાપરનારને દેરાસર ખાતે યોગ્ય નકરો ભરવાનું શાસ્ત્રકારોએ શા માટે આજ્ઞા કરી ? શ્રીસંઘોમાં એવી પરંપરા વર્ષોથી કેમ ચાલે છે?
(ડ) દેરાસરના ઉપકરણો વાપરીને ઓછો નકરો આપનારી લક્ષ્મીવતી શ્રાવિકાને કવિપાકો શા માટે ભોગવવા પડ્યા?
– આટલા પ્રશ્નો વિચારવાથી એના જવાબમાં સ્પષ્ટ ફલિતાર્થ નીકળશે કે, ઉપદેશપદાદિ ગ્રંથોના “સતિ દિ દેવદ્રવ્ય' વાળા પાઠો શ્રાવકને દેવદ્રવ્યથી જિનપૂજાદિ સ્વકર્તવ્યો કરવાની રજા આપતા જ નથી. ૦ અમારા પક્ષની માન્યતા:
અમારા પક્ષની કોઈ અલગ માન્યતા નથી. ઉપર જણાવેલા નવ મુદ્દામાં જણાવેલી શાસ્ત્ર + પરંપરાથી સિદ્ધ વ્યવસ્થા એ જ અમારી માન્યતા છે. હવે શાસ્ત્રપાઠો જોઈશું -
આટલી સ્પષ્ટતા પછી તે પક્ષ “ધાર્મિક વહીવટ વિચાર' આદિ પુસ્તકોમાં જે પાઠોને રજૂ કરે છે, તેને અર્થસહિત ક્રમશઃ જોઈશું–
(A) ઉપદેશપદ -