________________
૧૬૬
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
(૫) સુવિહિત પરંપરા સ્પષ્ટ જણાવે છે કે -
(i) ભગવાનની ભક્તિસ્વરૂપે આવેલા દેવદ્રવ્યથી અર્થાત્ સમર્પિત દેવદ્રવ્યથી (શુદ્ધ દેવદ્રવ્યથી) શ્રીજિનાલયનો જીર્ણોદ્ધાર અને નૂતન જિનાલયનું નિર્માણ આદિ કાર્યો કરવા.
(ii) ભગવાનની ભક્તિ માટે આવેલા દેવદ્રવ્યથી અર્થાત્ સંકલ્પિત દેવદ્રવ્યથી શ્રીજિનાલયના તમામ કાર્યો કરી શકાય છે.
(૬) અહીં નોંધવું જરૂરી છે કે, પાંચમા મુદ્દામાં જણાવેલી સુવિહિત પરંપરા અમે અમારી મતિકલ્પનાથી નથી જણાવી. પરંતુ વિ.સં. ૧૯૭૬-૧૯૯૦-૨૦૧૪ના શ્રમણ સંમેલનોએ કરેલા ઠરાવો એની સાક્ષી પૂરે છે અને સં. ૨૦૪૪ પૂર્વે શ્રીસંઘોમાં ચાલતો દેવદ્રવ્યનો વહીવટ પણ એમાં ગવાહી પૂરે છે.
(૭) સાથે સાથે સંકાશ વગેરેના ઉદાહરણોમાં પણ ‘સંકલ્પિત દેવદ્રવ્ય' અંગેની વિગત સ્પષ્ટ બને છે.
(૮) અહીં યાદ કરાવી લેવું જરૂરી છે કે, તાદેશ સંકલ્પિત દેવદ્રવ્ય એ વાસ્તવમાં શ્રાવકનું સ્વદ્રવ્ય જ છે. તેથી ગીતાર્થોએ એને ‘જિનભક્તિ સાધારણ દ્રવ્ય’ નામ આપ્યું છે.
(૯) તે સંકલ્પિત દેવદ્રવ્ય ‘(સાતક્ષેત્ર) સાધારણ દ્રવ્ય' કે ‘સર્વસાધારણ દ્રવ્ય’ નથી એ પણ ખાસ યાદ રાખવાનું છે. કારણ કે, સાધારણ દ્રવ્ય સાત ક્ષેત્રમાં જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં આવશ્યકતા મુજબ ખર્ચ કરી શકાય છે અને સર્વસાધારણદ્રવ્યમાંથી ધાર્મિક કે ધર્માદા એમ કોઈપણ શુભકાર્યમાં વાપરી શકાય છે, જ્યારે સંકલ્પિત દેવદ્રવ્યથી માત્ર શ્રીજિનમંદિર-શ્રીજિનમૂર્તિ સંબંધી જ કાર્યો થાય છે. આ અંગેની વિસ્તૃત માહિતી ‘પ્રકરણ-૧૧’માંથી મળશે.
(૧૦) અહીં ઉલ્લેખનીય છે કે, જો શુદ્ધદેવદ્રવ્યથી ઉપદેશપદ આદિ ગ્રંથોના પાઠોમાં જણાવેલાં કૃત્યો (જિનપૂજાદિ કાર્યો) શ્રાવકથી કરી શકાતા