________________
પ્રકરણ - ૧૦ : જ્ઞાનદ્રવ્ય અને તેનો વિનિયોગ
સામાન્યથી જ્ઞાન સંબંધી દ્રવ્યને જ્ઞાનદ્રવ્ય કહેવાય છે. → તે જ્ઞાનદ્રવ્ય પણ બે પ્રકારે હોય છે.
(૧) જ્ઞાનપૂજનની રકમ અને જ્ઞાનની-ગ્રંથોની ભક્તિસ્વરૂપે બોલાયેલી બોલીઓની ૨કમ અને કોઈપણ તપમાં શ્રુતજ્ઞાનની ભક્તિ નિમિત્તે ઉત્પન્ન થયેલ દ્રવ્યને જ્ઞાનદ્રવ્ય કહેવાય છે.
(૨) જ્ઞાનની ભક્તિથી જ્ઞાનની વૃદ્ધિ-રક્ષાદિ માટે શ્રાવકોએ અલગ રાખેલું કે શ્રીસંઘને આપેલું દ્રવ્ય, તે પણ જ્ઞાનદ્રવ્ય છે.
→ સદુપયોગ ઃ (૧) પ્રથમ પ્રકારના જ્ઞાનદ્રવ્યમાંથી જ્ઞાનભંડાર કરી શકાય છે, જ્ઞાનભંડાર માટે આગમગ્રંથો અને અધ્યયનાદિ માટે ઉપયોગી પુસ્તકો વગેરે ખરીદી શકાય છે, સાધુ-સાધ્વીને અધ્યયન કરાવનારા જૈનેતર પંડિતોને પગાર આપી શકાય છે.
(૨) બીજા પ્રકારના જ્ઞાનદ્રવ્યમાંથી સાધુ-સાધ્વીજીને અધ્યયન કરાવનારા જૈન પંડિતને પગાર આપી શકાય અને પ્રથમ પ્રકારમાં જણાવેલાં કાર્યો પણ થઈ શકે. → વિશેષ વિચારણા ઃ
વિ.સં. ૨૦૧૪ના શ્રમણસંમેલને સંમેલનમાં ઉપસ્થિત શ્રમણસંઘ અને બહાર રહેલા શ્રમણસંઘ એમ સર્વ શ્રમણસંઘની સંમતિ મેળવવા પૂર્વક ઠરાવ કરેલો જ છે. તે જ્ઞાનદ્રવ્યના સ્વરૂપ, પ્રકાર અને વિનિયોગ ઉપર સુંદર પ્રકાશ પાથરે છે. તે સૌ પ્રથમ નીચે મૂકીએ છીએ.
વિ.સં. ૨૦૧૪માં રાજનગર (અમદાવાદ) સ્થિત શ્રમણસંઘે પૂ.આ.શ્રી હર્ષસૂરિ મહારાજની નિશ્રામાં બહાર રહેલ શ્રમણસંઘની સંમતિપૂર્વક કરેલો ઠરાવ—