________________
૧૫૦
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા શુદ્ધ દેવદ્રવ્ય છે. તેની વૃદ્ધિ અને રક્ષા કરવાનું સૂચન બીજા ઠરાવમાં કરવામાં આવ્યું છે. કારણ કે, જિનાલયના જીર્ણોદ્ધારાદિ માટે એની અનિવાર્ય આવશ્યકતા છે.
(ક) બીજા પ્રકારનું દેવદ્રવ્ય કે જે શ્રાવકોએ સંકલ્પ કરીને અલગ રાખેલું છે અથવા તો શ્રીસંઘને જિનભક્તિ માટે આપેલું છે. તેવા દેવદ્રવ્યની વૃદ્ધિ અને રક્ષા કરવાનું પણ સૂચન ઠરાવમાં કર્યું છે. કારણ કે, શ્રીજિનાલયના પૂજાની સામગ્રી વગેરેના કાર્યો માટે આ બીજા પ્રકારના દેવદ્રવ્યની અનિવાર્ય આવશ્યકતા છે. આ દેવદ્રવ્ય જ અત્યારે પ્રચલિત જિનભક્તિ સાધારણ દ્રવ્ય' છે. - પૂર્વોક્ત ઠરાવનો આ તાત્પર્યાર્થ છે.
(૫) અહીં ઉલ્લેખનીય છે કે, ૧૯૭૬ના શ્રમણસંમેલનના ઠરાવોના ઘડવૈયા પૂ.આચાર્ય ભગવંતોએ વર્ષો સુધી પૂર્વે જણાવેલા ત્રણ મુદ્દા મુજબ જ પ્રરૂપણા કરી છે અને શ્રીસંઘોને એ મુજબ વ્યવસ્થા કરવાની પ્રેરણા કરી છે - ઉપદેશ આપ્યો છે અને ૧૯૭૬ના સંમેલનમાં હાજર સાત વર્ષના પર્યાયવાળા પૂ.મુ શ્રીરામવિજયજી મ.સાહેબ પણ ત્યાંથી માંડીને આચાર્ય અને ગચ્છાધિપતિશ્રી તરીકેના પર્યાયમાં અને યાવતુ જીવનના અંત સુધી એ જ રીતે પ્રરૂપણા કરી છે અને શ્રીસંઘોને પ્રેરણા આપી છે. આમ છતાં તેઓશ્રીના લિખિત પુસ્તકમાં “અધ્યાહારગર્ભિત વિધાનોને ઉઠાવી લેવા અને એનો અપપ્રચાર કરવો એ સજ્જનોચિત કાર્ય નથી. કોઈપણ વ્યક્તિના અધ્યાહાર ગર્ભિત વિધાનને સ્પષ્ટ રીતે સમજવા માટે તે વ્યક્તિ દ્વારા જીવનભર થયેલી પ્રરૂપણાઓ અને શ્રીસંઘને અપાયેલી પ્રેરણાઓ ઉપર દૃષ્ટિપાત કરવો પડે. તો જ અધ્યાહારમાં રહેલી વાતો લક્ષ્યમાં આવે.
- પોતાના પુસ્તકમાં વિજય પ્રસ્થાન'ના વિધાનોને વિકૃત રીતે પ્રચારનારા મહાનુભાવો એ મહાપુરુષના વ્યક્તિત્વને સારી રીતે જાણતા હતા અને તેથી જ તો ૨૦૪૪ના સંમેલનમાં શ્રીસંઘના સહુથી વડીલ એ મહાપુરુષને આમંત્રણ આપવાની હિંમત કરી શક્યા નહોતા. “એ આવશે તો અમારી શાસ્ત્રવિરુદ્ધ વાતોને ચલાવી લેશે નહીં” આવા જ ડરના કારણે