________________
૭૧
પ્રકરણ - ૪ઃ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ? યોગ્ય વ્યવસ્થા માટે સંઘના મંદિરમાં મૂકે.
– આ રીતે સંઘના મંદિરે મૂકે ત્યારે તેનું યથાર્થ સ્વરૂપ જણાવીને મૂકે એમ કહ્યું. નહીંતર ફોગટ પ્રશંસા, અનાદર-અવજ્ઞા આદિ દોષો લાગે છે, એમ કહ્યું છે અર્થાત્ “આ પુષ્પભોગાદિ મારા ગૃહચૈત્યના અક્ષત-નૈવેદ્યાદિના વેચાણથી પ્રાપ્ત થયેલા છે, તેને હું અહીં મૂકું છું. પરંતુ તે મારા સ્વદ્રવ્યથી લાવેલા નથી” આ રીતે યથાર્થ સ્વરૂપ પ્રગટ કરીને મૂકે. નહીંતર લોકો ““આ શ્રાવક પોતાના ગૃહમંદિરમાં સ્વદ્રવ્યથી પૂજા કર્યા પછી પણ સંઘના મંદિરમાં પણ સ્વદ્રવ્યથી કેવી ઉત્તમ પૂજા કરે છે” એવું ધારીને એની ખોટી પ્રશંસા કરે. તદુપરાંત, જે વાસ્તવમાં દેવદ્રવ્ય સ્વરૂપ છે અને સંઘના દહેરાસરે વ્યવસ્થા માટે જ મૂકવામાં આવે છે, તેમ છતાં તેને પૂર્વોક્ત ખુલાસો કર્યા વિના મૂકે તો પ્રભુનો અનાદર અને અવજ્ઞા પણ થાય છે.
અહીં નીચેની મહત્ત્વની વાતો ઉલ્લેખનીય છે,
(૧) ગૃહમંદિરના નૈવેદ્ય-અક્ષતાદિને પૂર્વે જણાવ્યા પ્રમાણે વસ્તુના બદલામાં વસ્તુ લેવાની પ્રચલિત પદ્ધતિના યોગે પુષ્પભોગાદિના બદલામાં અપાતા હોય, ત્યારે તે રીતે પ્રાપ્ત થયેલા પુષ્પભોગાદિ પણ દેવદ્રવ્ય સ્વરૂપ જ છે અને તેને પોતાના કે સંઘના મંદિરમાં ગૃહમંદિરવાળો શ્રાવક પોતે પુનઃ ધરાવે નહીં, પરંતુ તેની યોગ્ય વ્યવસ્થા થાય, તે માટે સંઘના મંદિરમાં મૂકે.
(૨) પૂર્વોક્ત પાઠમાં ગૃહમંદિરના અક્ષત-નૈવેદ્યાદિના વેચાણથી પ્રાપ્ત પુષ્પભોગાદિની વ્યવસ્થા બતાવ્યા પછી ગ્રંથકારે નીચેની અગત્યની વાત નોંધી છે –
"गृहचैत्यनैवेद्यादि चारामिकस्य प्रागुक्तमासदेयस्थाने नार्म्यम्, आदावेव नैवेद्यार्पणेन मासदेयोक्तौ तु न दोषः । मुख्यवृत्त्या तु मासदेयं પૃથોવ વાર્થમ્'