________________
૭૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા – (૧) ગૃહચૈત્યના નૈવેદ્યાદિ માળીને પહેલાંથી નક્કી કરેલા પગારની જગ્યાએ ન આપવા.
(૨) જો પહેલેથી જ નૈવેદ્ય આપવા પૂર્વક માસિક પગાર નક્કી કર્યો હોય તો દોષ નથી. (૩) મુખ્ય માર્ગે તો માસિક પગાર જુદો જ આપવો જોઈએ.
સ્પષ્ટીકરણ અહીં ત્રણ વાત જણાવી છે. (અ) ગૃહચૈત્યના નૈવેધાદિ નિર્માલ્ય દેવદ્રવ્ય સ્વરૂપ હોવાથી તે માળીને પગાર પેટે આપી શકાય નહીં.
(બ) કદાચ પૂર્વે જણાવ્યા મુજબ વસ્તુના બદલામાં વસ્તુ લેવાની પદ્ધતિ પ્રચલિત હોવાના કારણે આપવા પડે તેમ હોય તો એ પહેલેથી આપવા પૂર્વક માસિક પગાર નક્કી કરેલો હોવો જોઈએ. આ એક અપવાદ માર્ગ છે. મુખ્યમાર્ગ તો ગ્રંથકારશ્રીએ પછીથી તુરંત નીચે જણાવેલ જ છે. - (ક) મુખ્યમાર્ગે તો માસિક પગાર અલગ જ આપવો જોઈએ. (જેથી દેવદ્રવ્યનો પોતાના કાર્યમાં ઉપયોગ કરવાનો દોષ ન લાગે.)
(ડ) અહીં એક વાત નોંધનીય છે કે, અપવાદ માર્ગ તો પરિસ્થિતિવિશેષમાં સેવવાનો હોય છે. સામાન્ય પરિસ્થિતિમાં તો મુખ્યમાર્ગને જ અનુસરવાનો હોય છે. આથી જ પૂ.ગીતાર્થ મહાપુરુષો માળી કે પૂજારીનો પગાર દેવદ્રવ્યમાંથી આપવાની ના પાડે છે અને પૂજારી શ્રાવકના કાર્યો માટે રાખવામાં આવેલો હોવાથી તેનો પગાર શ્રાવકોએ પોતાના પૈસાથી આપવાનું જણાવે છે. તદુપરાંત, વિ.સં. ૧૯૯૦ના શ્રમણસંમેલનના સૂત્રધાર પૂ.ગીતાર્થ મહાપુરુષોએ અશક્ત સ્થળોએ પ્રતિમા અપૂજ ન રહે તે માટે પ્રતિમાની પૂજા કરવા રાખવામાં આવતા પૂજારીનો પગાર દેવદ્રવ્યમાંથી આપવાની અપવાદ માર્ગ છુટી પણ આપી છે. જો કે, આવા અશક્ત સ્થળોએ પૂ.ગીતાર્થ મહાપુરુષો પ્રેરણા કરીને સાધારણ દ્રવ્યની