________________
પ્રકરણ - ૯ : ગુરુમૃતકના અંતિમ સંસ્કાર સંબંધી બોલી આદિની ઉપજ અંગે વિચારણા
આ પ્રકરણમાં સૌથી પ્રથમ ૨૦૪૪'ના સંમેલનનો ઠરાવ-૧૮ અને ધાર્મિક વહીવટ વિચાર” પુસ્તકના લેખકશ્રીની વિચારધારા જોઈશું. (A) ઠરાવ નં.-૧૮
“પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજ કાળધર્મ પામે ત્યારે, તેમના અંતિમસંસ્કારની ક્રિયા સંબંધી બોલાતી તમામ બોલીઓની આવક, તથા ગુરુ-દેહ સામે ધરેલ દ્રવ્ય, જીવદયાનું જીવનભર પ્રતિપાલન કરનાર ગુરુ ભગવંતોના પાર્થિવ દેહના નિમિત્તે થયેલી હોવાથી, જીવદયા ખાતે લઈ જવી, એવું શ્રમણ સંમેલન ઠરાવે છે.’
(B) ધા.વ.વિ., પુસ્તક, પૃ. ૭૦
પ્રશ્ન ઃ કાળધર્મ અંગેની ઉછામણીની રકમ શેમાં જાય ?
ઉત્તર ઃ ભૂતકાળમાં આ ઉછામણી બોલાતી ન હતી એટલે એનો શાસ્ત્રપાઠ મળી શકે નહિ. જે નવી વસ્તુ શરૂ થાય તેમાં પરંપરા જોવી પડે, અથવા વર્તમાનકાલીન ગીતાર્થ આચાર્યોનો શાસ્રસાપેક્ષ નિર્ણય માન્ય રાખવો પડે.
કાળધર્મની ઉછામણી બહુધા ગુરુમંદિર બનાવવામાં અથવા દેવદ્રવ્યમાં લઈ જવાઈ છે. ક્યારેક ઉપાશ્રય બાંધકામમાં તો ક્યારેક જીવદયામાં પણ લઈ જવાઈ છે. ક્યારેક ગુરુ-વૈયાવચ્ચ ખાતે (ખાવા સિવાયના) પણ લઈ જવાઈ છે. આનો એક જ નિર્ણય તો ગીતાર્થો જ લાવી શકે.
ટિપ્પણી :
(૧) પૂર્વોક્ત બે લખાણમાં સંમેલને તે રકમનાં ઉપયોગ અંગે નિર્ણય જાહેર કર્યો છે. જ્યારે ધા.વ.વિ.ના લેખકશ્રીએ સવાલના જવાબમાં માત્ર તે રકમના વિનિયોગ અંગે થયેલી પ્રવૃત્તિઓની નોંધ જ કરી છે. પરંતુ વિનિયોગ સંબંધી કઈ પ્રવૃત્તિ શાસ્ત્રીય કે અશાસ્રીય એવું જણાવ્યું નથી. વાસ્તવમાં એ આધારસહ જણાવવાની જરૂર હતી.
(૨) અહીં ઉલ્લેખનીય છે કે, સાતક્ષેત્ર પૈકી કોઈપણ ક્ષેત્રની ઉપજ