________________
૩૬૪
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
પ્રચાર થયો કે દેવદ્રવ્યથી પૂજા કરે તો પાપ લાગે તેવો પાઠ નથી. અમુક મહાત્મા તથા શ્રાવકો બોલ્યા કે પાઠ હોય તો જ બેસાય નહીંતર ફરી મુલાકાત કરાય નહીં.
પાઠો નથી તે પ્રચાર વધ્યો ત્યારે સુ. છબિલભાઈ તે માટે સાંજે આવ્યા અને પાઠની વાત કરી. મેં કહ્યું “તૈયાર કરીને આપીશ.' પછી સુ. અમૃતલાલભાઈ ગોળાવાળાને તેમણે પાઠ લઈ આવવા મોકલ્યા. પરંતુ કેટલાક ગ્રંથો ન હોવાથી. ઓછા અધૂરા છે' તેમ મેં કહ્યું. તેમને કહ્યું “પૂ.ચંદ્રશેખર વિ.મ.એકમનાં ભાયખલા જશે તો ચૌદશ સુધી મળી જાય તો વિચારી શકે. સુ. છબીલભાઈ વગેરેએ કહેલ કે ભાયખલા ચંદ્રશેખર વિ.મ. રોકાશે તો મેં કહ્યું હતું પૂનમ પછી ભાયખલા બેત્રણ દિવસ માટે આવી જઈશ.”
બીજે દિવસે પં. શ્રી હેમરત્ન વિ.મ. આદિ ઠાણા મળવા આવેલા. આગમ પંચાંગી અને પ્રાચીન સાહિત્ય પ્રકાશનની વાત થઈ. જોઈ અને અનુમોદના કરી. તેમણે પૂછ્યું કે ગુરુપૂજનનું દ્રવ્ય વૈયાવચ્ચમાં જાય તેવા પાઠ છે. મેં કહ્યું “જીર્ણોદ્ધાર તથા નવીન ચૈત્ય બંધાવવા આદિમાં જાય તેવા પાઠ મળ્યા છે. વૈયાવચ્ચમાં જાય તેવો પાઠ નથી. તમારા પાસે હશે ને?” વળી મેં કહ્યું કે “તમારા ઠરાવને હિસાબે મુંબઈમાં સ્વપ્ન દ્રવ્ય દેરાસર સાધારણમાં લઈ જવાનો ઠરાવ મુકાયો છે.'
તેમણે કહ્યું કે ન થાય. મેં કહ્યું તમારા ઠરાવનો હવાલો આપે છે. તેમણે કહ્યું તેમને ના કહી દઈશ.' - ચૌદશના પ્રતિક્રમણ પછી સુ. અમૃતલાલભાઈ ગોળાવાળાને પાઠોનાં
પાના આપ્યા તેમણે પુનઃ પૂનમના આવીને જણાવ્યું કે પાઠો પૂજ્યશ્રીને આપી દીધા છે. જે પાઠો તેઓશ્રીને પહોંચાડ્યા છે તે પાઠો નીચે મુજબ છે. તે પાઠો સંસ્કૃત પ્રાકૃતનાં અભ્યાસી ન હોય તેમને સમજ પડે તે માટે અર્થ ભાવાર્થ સાથે અત્રે આપ્યા છે.
દેવદ્રવ્યથી પૂજા કરવી તે દ્રવ્યનો નાશ કરનાર છે. પારકા દ્રવ્યથી ધર્મ કરવો તે અયોગ્ય છે. બીજાનું દ્રવ્ય આપણા દ્રવ્યમાં ભળ્યું હોય તો બીજાનું જેટલું દ્રવ્ય છે તેટલું પુણ્ય તેમને મળો તેમ ભાવના કરવાથી આશય શુદ્ધ થાય છે. પારકા દ્રવ્યથી પુણ્ય કરવાની અભિલાષા અશુદ્ધ આશય છે. દેવદ્રવ્યનો