________________
પરિશિષ્ટ-૪
૩૬૫
અંશ પણ જે મકાનમાં લાગ્યો હોય ત્યાં સાધુ રહે, તો પ્રાયશ્ચિત્ત આવે, આ દેવદ્રવ્ય ઉપભોગને આશ્રીને પ્રાયશ્ચિત્ત જણાવ્યું છે. આવી-આવી અનેક વિગતો આ પાઠોમાંથી પ્રાપ્ત થાય છે. સ્થિર ચિત્તે મનનપૂર્વક વાંચવા વિચારવા ભલામણ છે.
જિનેન્દ્રસૂરિ
રત્નપુરી મલાડ (ઇસ્ટ)
૨૦૧૧, શ્રાવણ સુદ ૫
♦ અગત્યની પૂરકસામગ્રી :
(તેઓશ્રીના પુસ્તકના પૃ. નં. ૩૪-૩૫-૩૬થી લઈને અહીં આપીએ
છીએ.)
(××× આ ૧૪ પાનાનાં મૂળ પાઠો સુ. છબીલભાઈને વાંચી સંભળાવ્યા તેમને પણ લાગ્યું કે આ ૧૪ પાનાની જરૂર નથી માત્ર બે પાના જ બસ છે તેમાં દેવદ્રવ્યનાં ભક્ષણનો દોષ દેખાઈ આવે છે.
પૂનમના પૂ.પં.મં.ને પાઠો મળ્યા અને સાંજે તેમના ચાર મહાત્માઓ આવ્યા અને કહ્યું તમારા પાઠોમાં દેવદ્રવ્યથી પૂજા કરે તેને દેવદ્રવ્ય ભક્ષણનો દોષ લાગે તે પાઠ નથી.
તેમને પાઠો વાંચવા વિચારવા કહ્યું અને હુ ભાવખલા આવી જઈશ તેમ કહ્યું પરંતુ મુલાકાત વખતની વાતની જેમ તેઓ પાઠ નથી તેજ વિચારમાં મક્કમ રહ્યા અને ૧૯૯૦નાં સમ્મેલનનો ઠરાવ તે પાઠ નથી. વિ. કહ્યું પરંતુ તેમણે બુકમાં રજૂ કરેલા જેમના પત્રો છે. તે વાત કરી ત્યારે હાલના અનેક મુનિઓના વડીલોએ કરેલા ૧૯૯૦ના સમ્મેલનમાં ઠરાવ હતા તે કેમ માન્ય ન થાય ? વિ. વાતો થઈ.
તેઓ પં.મ.ની ચિઠ્ઠી લાવેલા તેમાં તેમણે પાઠોનો અનુવાદ મંગાવ્યો છે, તે અંગે ચર્ચામાં અર્થની વાત કરી તો પાઠો માંગ્યા અને પાઠો આપ્યા તો અનુવાદ માંગ્યો છે. તે ચિઠ્ઠી અત્રે નીચે આપી છે –