________________
૩૬૬
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
શાસન પ્રભાવક આ. શ્રી જિનેન્દ્રસૂરિજી ! વંદન-સુખસાતા પૃચ્છા.
આપે મોકલાવેલ શાસ્ત્ર પાઠો મળ્યા.
–
શ્રાવક દેવદ્રવ્યના કેસર વિ. દ્વારા પૂજા કરે તો દેવદ્રવ્યના ભક્ષણનો દોષ લાગવાની પૂરી શક્યતા રહે છે - તેવી આપના પક્ષ તરફથી જે સ્થાપના કરવામાં આવી હતી. તે બાબતમાં સમર્થન કરતા પાઠો આપને પાછળથી મળી ગયા છે તેવું સુશ્રાવક છબીલભાઈ ઘોટીવાળા દ્વારા જાણવા મળેલું પરંતુ આમાંના એક પણ પાઠ પરથી એ વાત સિદ્ધ થતી જણાતી નથી. તો આ પાઠ દ્વારા આપ શું સિદ્ધ કરવા માંગો છો તે દરેક પાઠની નીચે અનુવાદ લખી જણાવશો તો આપનો આશય સ્પષ્ટ થવાથી તેના ઉપર વિચાર વિમર્શ કરવામાં વધુ સુગમતા રહેશે. ચંદ્રશેખર વિ.ના વંદન
પાઠો નથી આપ્યા એ પ્રચાર પામેલી વાતો તેમને પાઠો મળ્યા એ લખાણથી જ ખોટી ઠરે છે. આ ૪૦ પાઠો જોયા એટલે સ્પષ્ટ જણાશે કે અમારી વાત સાચી સિદ્ધ થઈ જાય છે. અનુવાદની જરૂર નથી છતાં વાચકો આરાધકોને વિચાર વિમર્શ માટે સુગમ રહે તેવી જિજ્ઞાસા જાણીને અનુવાદ અને ભાવાર્થ જણાવાયો છે.
પાઠો નથી તેના પ્રચાર સામે આ ૪૦ પાઠો સમજાવવા લાલબાગમાં બે જાહેર પ્રવચનો થયા અને સારી સંખ્યામાં ભાવિકોએ સાંભળ્યા, ખુલાસા માંગ્યા વિ. સંતોષ જનક વિવેચનો થયા.
ન
આ પાઠોથી “દેવદ્રવ્યથી કરોડપતિ કૃપણ પૂજા કરે તો પાપ દોષ ન લાગે અધ્યવસાય શુદ્ધ થાય અને સમકિત નિર્મળ થાય” તેવો સામેનો અભિપ્રાય ખોટો છે અને દેવદ્રવ્યથી પૂજા કરે તો તેને દેવદ્રવ્યના ભોગનો અને દેવદ્રવ્યના ઉપકરણો વિના નકરે વાપરે તો દેવદ્રવ્ય ઉપભોગ રૂપ દેવદ્રવ્યના ભક્ષણનો દોષ લાગે એ સ્પષ્ટ થાય છે.
આ વાત સકલ સંઘમાં પ્રસિદ્ધ છે અને સૌ જાણે છે તેથી જ દેવદ્રવ્યથી પૂજા કરવાનો રિવાજ નથી. ઘણા સ્વદ્રવ્યથી પણ પૂજા કરે છે અને ઘણાં સંઘે એકત્રિત કરેલા સાધારણ દ્રવ્યથી પૂજા કરે છે અને તેમાં પોતે કંઈને કંઈ પ્રાયઃ ફાળો પણ આપે છે.