________________
પરિશિષ્ટ-૪
૩૬૩ આમાં પુષ્પો ગુંથવા એટલું જ નહિ પણ આદિથી મંદિરની સાફસુફી, કરવી. મંદિરના સાધનો વ્યવસ્થિત કરવા મૂકવા વિ. પણ છે અને તે બધું મંદિરના કર્તવ્ય રૂપે છે. શેઠિયાની મજૂરી કે ગુલામી રૂપે નથી. આ કર્તવ્યના મહાલાભો છે. તે નંબર ત્રણ પરિશિષ્ટમાં છે.
આમ ઋદ્ધિમાન માટે વિધિ બતાવી તેમ અન-ઋદ્ધિમાન માટે ફૂલ ગૂંથવા આદિ વિધિ બતાવી. તેજ બતાવે છે કે શક્તિ હોય તે પ્રમાણે કરે. આમ અર્થપત્તિથી પણ પરદ્રવ્યથી કે દેવદ્રવ્યથી પૂજાનું વિધાન સિદ્ધ થતું નથી. “મહિલાકે લખેલા ડબ્બામાં પુરુષો બેસતા જ નથી. વગર બોર્ડે તે સમજી જાય
૧૯૯૦નાં મુનિ સમેલને પણ જ્યાં ભગવાન અપૂજ રહે ત્યાં પૂજાનું દ્રવ્ય ન હોય તો દેવદ્રવ્યથી પણ પૂજા કરવી જોઈએ તેમ કહ્યું છે. તે જ બતાવે છે કે જો દેવદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા કરવાનો રાજમાર્ગ હોત તો ભગવાન અપૂજ ન રહે તેમ દેવદ્રવ્યથી પૂજા કરવાનું આજનાં મહાત્માઓના વડીલો આમ ઠરાવન કરત. પરંતુ ઠરાવ કરત કે દેવદ્રવ્યમાંથી સૌ પૂજા કરી શકે છે. આ પૂજ્યોનો ઠરાવ સુખી કે ગરીબોને આશ્રીને નથી. પરંતુ આપત્તિના કાળમાં જિન પ્રતિમા અપૂજ ન રહે તે વિધિનું મહત્ત્વ રાખવા માટે છે.
ઘણી વાત પછી તેમણે કરોડપતિ પણ દેવદ્રવ્યથી પૂજા કરે તો પાપ દોષ લાગે તેવા અક્ષર પાઠ આપો એમ કહ્યું.
તે વખતે દેવાદિ દ્રવ્ય સતિ વિ. તેમની બુકનાં સાત પાઠોથી દેવદ્રવ્યથી પૂજા થાય તેની ચર્ચા થઈ તે અંગે દેવાદિ દ્રવ્યથી બીજા દ્રવ્યો પણ છે તેમ કહ્યું, પણ તે વાત ન માની-દેવદ્રવ્ય હોતે છતે મંદિર પ્રતિમા સારા રહે તેથી યાત્રા આવે અને પૂજા મહોત્સવ કરે. વગેરે તેમણે માન્ય ન કર્યું. આ પાઠો સાથે ખુલાસા પૂ. સાગરજી મ. એ તથા મારા ગુરુદેવ પૂજ્યશ્રીના પુસ્તકમાં વર્ષો પૂર્વે લખાયા છે.
સાડા ત્રણ કલાક પછી ઉઠ્યા ત્યારે કહ્યું કે આપણે સમાધાન કરી શકીએ નહીં. અમારા ચાર તમારા ચાર આચાર્યો ભેગા થઈને નિર્ણય કરે તે જ થાય.
આમ આ મુલાકાત પૂર્ણ થઈ.