________________
૩૬૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા ગુરુદ્રવ્ય અને સ્વદ્રવ્યથી પૂજા આ ત્રણ વિષયો લેવા છે ને?” મેં હા કહી કહ્યું બપોરે કેટલા વાગે લેવા આવું?' તેઓ કહે અમે આવીશું લેવા આવવાની જરૂર નથી.
બપોરે ૧ વાગે તેઓશ્રી પધાર્યા ત્યારે ગણિવર શ્રી શ્રેયાંસ પ્રભવિ. તથા મુ. શ્રી. નયવર્ધન વિ. ઉપાશ્રયથી બહાર લેવા ગયા. હું ઉપાશ્રયના બારણા સુધી લેવા ગયો. બાદ બેઠા. તેઓશ્રીએ સ્વદ્રવ્યથી પૂજાની વાત કરશું એમ કહેતાં મેં હા પાડી. તે અંગે સાડા ત્રણ કલાક વાતચીત થઈ. દેવદ્રવ્યથી પણ કરોડપતિ પૂજા કરી શકે. તે આગ્રહ રહ્યો. જ્યારે અમે ધનવાન સ્વદ્રવ્યથી જ પૂજા કરે અને અમૃદ્ધિમાન સામાયિક કરી પારી ફૂલમાલ ગૂંથે તે શ્રાદ્ધદિનકૃત્ય, શ્રાદ્ધવિધિના પ્રસિદ્ધ પાઠ રજૂ કર્યા તેમણે કહ્યું કે “આમાં દેવદ્રવ્યથી પૂજા કરતાં દોષ લાગે તેમ નથી.”
देवगृहे देवपूजाऽपि स्वद्रव्येणैव यथाशक्ति कार्या દેવમંદિરમાં દેવપૂજા પણ સ્વદ્રવ્યથી યથાશક્તિ કરવી. સંઘમંદિરે સ્વદ્રવ્યથી ભક્તિ વિ.નું. વર્ણન પ્રથમ છે. પછી પણ આ પાઠથી ગૃહમંદિર કરનારની જેમ સંઘને મંદિરે બીજાએ પણ સ્વદ્રવ્યથી પૂજા કરવી જોઈએ, જે અંગે પૂર્ણ પાઠ પાછળ છે. ____अनुद्धिप्राप्तस्तु श्राद्धः स्वगृहे सामायिकं कृत्वा केनापि सह ऋणविवादाद्यभावे ईर्यायामुपयुक्तः साधुवच्चैत्यं याति नैषधिकीत्रयादिभावपूजानुयायिविधिना।
सा च पुष्पादिसामग्र्यभावात् द्रव्यपूजायामशक्तः सामायिकं पारयित्वा कायेन यदि किञ्चित्पुष्पग्रथनादिकर्त्तव्यं स्यात् तत्करोति ।
ઋદ્ધિમાન ન હોય તે શ્રાવક પોતાને ઘરે સામાયિક કરીને કોઈની સાથે દેવું વિવાદ ન હોતાં ઈર્યાસમિતિમાં કાળજીવાળો સાધુની જેમ ત્રણ નિસ્રીહિ આદિ ભાવ પૂજાને લગતી વિધિ વડે દેરાસરે જાય.
અને તે પુષ્પાદિ સામગ્રી પોતાની પાસે ન હોય તેથી દ્રવ્ય પૂજા કરવા માટે અશક્ત તે શ્રાવક સામાયિક પારીને કાયાવડે કંઈ પુષ્પ ગુંથવા આદિ કર્તવ્ય હોય તો તે કરે.