________________
398
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
એક સાધુ મહારાજ તેમની પાસે ગયા. કલાક બેઠા. ત્યારે કહે કે ત્રણ કલાક વાચના આપી થાકી ગયો છું. એટલે અત્યારે વાત નહિ થાય. સમજુ શ્રાવકો ભેગા મળીને એમની પાસે જાય, જે વાતો થાય તેની નોંધ લે અને જગતમાં જાહેર કરે તો કામ થાય.
સભાઃ “દેવદ્રવ્યની વાત તો બરાબર છે પણ ગુરુદ્રવ્યની વાત ક્યાંથી આવી? કંચન કામિનીના ત્યાગીને ગુરુદ્રવ્ય હોવું ન જોઈએ ને?”
સાંભળો ! શ્રી આચારાંગ સૂત્રમાં ગુરુપૂજનની વાત સ્પષ્ટ લખી છે. પૂ. આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ મહારાજા, પૂ. આચાર્ય શ્રી હીરસૂરિજી મહારાજા, પૂ. આચાર્ય ભગવંત શ્રી સિદ્ધસેનસૂરિ મહારાજા આદિ દરેકના પ્રસંગોમાં ગુરુપૂજનની વાત આવે છે. કંચન કામિનીના ત્યાગી એવા ગુરુ ભગવંતની પૂજા સોના-રૂપાના નાણાદિથી શાસ્ત્રોમાં વિહિત છે અને પરંપરા પણ છે. ઇતિહાસ પણ સાક્ષી પૂરે છે.
સભાઃ “પહેલી આવૃત્તિમાં ન જાગ્યા, હવે બીજી આવૃત્તિ તો ચાર પરિમાર્જકોએ પરિમાર્જન કરી બહાર પાડી છે, પછી વિરોધ શા માટે ?”
- પહેલી આવૃત્તિ વખતેં ઉહાપોહ થયો છે. પછી પરીક્ષા અને પ્રચાર મુલત્વી રાખી અને ભેગા મળે ત્યારે વિચારવાની વાત હતી. એક યા બીજા કારણે તે વાત તૂટી પડી. પરિમાર્જન બાબત, એમાંના એક આચાર્ય માને કોઈએ પૂછ્યું કે તમે આમાં શું પરિમાર્જન કર્યું? તો કહ્યું કે, હું કાંઈ જાણતો નથી. મેં પુસ્તક વાંચ્યું પણ નથી.
જાહેર પ્રવચન-૨: પ્રવચનાંશ xxx તેમનો પહેલો પ્રશ્ન એ છે કે - “સ્વદ્રવ્ય સિવાય પરદ્રવ્યથી કે કલ્પિત દેવદ્રવ્યથી પૂજા કરનારાને દેવદ્રવ્ય ભક્ષણનો દોષ લાગે છે, દુર્ગતિમાં જાય છે, અનંત સંસાર વધે છે, એનો કોઈ શાસ્ત્ર પાઠ છે?”
આના જવાબમાં જણાવી શકાય કે- દેવગૃહે દેવપૂજા પણ શ્રાવકે યથાશક્તિ સ્વદ્રવ્યથી જ કરવી જોઈએ, આ પાઠ ધર્મસંગ્રહ, શ્રાદ્ધવિધિ, દ્રવ્ય સપ્તતિકા વગેરે અનેક ગ્રંથોમાં છે. શ્રી પંચાલકજીમાં પણ સ્વવિભવાનુસારે પૂજા કરવી એવા