________________
પરિશિષ્ટ-૫
૩૭૫
“સ્વદ્રવ્યથી જ પૂજાના અધિકારી” પુસ્તક પૂ.આ.ભ.શ્રી. વિ. જિનેન્દ્રસૂરિજી મ.સા. પ્રગટ કર્યું છે.] પં. શ્રી ચંદ્રશેખરવિજયજીએ બધાને જગાડ્યા છે.સ્વાધ્યાયમાં લીન બનાવ્યા છે. હવે સંવેગરંગશાલા પા. ૧૫૫ (ભાષાંતર કર્તા પૂ. આ.શ્રી ભદ્રંકરસુ.મ. બાપજી મ.ના) પર શું લખ્યું છે, તે જુઓ
“કોઈ શ્રાવક દર્શન કરવા ગયો. દેરાસરની ભીંત તૂટી પડે એવી જોઈ, બારણું ભાંગેલું જોયું. રીપેરીંગ કરાવવું જરૂરી લાગ્યું. તો શક્તિ હોય તો પહેલા પોતાના ખર્ચે કરે, એ ન હોય તો બે પાંચને ભેગા કરી કરે, એ ન બને તેમ હોય તો આજુબાજુના સંઘોમાંથી ભેગા કરીને કરે, એ પણ ન બને તો છેવટે સાધારણ દ્રવ્યનો ઉપયોગ કરે.”
જો સાધારણ દ્રવ્ય માટે આટલી ચોકસાઈ હોય તો દેવદ્રવ્ય માટે તો કેટલી ગંભીરતાથી વિચારવું પડે? આડેધડ વાતો કરવી અને શક્તિ સંપન્ન પણ ભાવના વગરનાને દેવદ્રવ્યમાંથી પૂજાનો રાજમાર્ગ ખુલ્લો કરી આપવો તેમાં શાસ્ત્રીયતા નથી.
સભા : આમાં ઉત્સર્ગ અપવાદ હોય ને?
શક્તિ મુજબ સ્વદ્રવ્યથી જ કરવું એ ઉત્સર્ગ અને ભગવાન અપૂજ રહેતા હોય, કોઈ સ્વદ્રવ્યથી પૂજા કરવાની શક્તિવાળો ન હોય, ત્યારે દેવદ્રવ્યમાંથી પણ પૂજા કરાવવી પણ ભગવાનને અપૂજ ન રાખવા તે અપવાદ-આ બધી વાતો બરાબર સમજવા જેવી છે.
સભા: “પૂ. આચાર્ય શ્રી જયઘોષ સૂ. મહારાજે નિવેદન બહાર પાડ્યું, તો ચતુર્વિધ શ્રી સંઘ સાથે જઈ તેનો ખુલાસો ન મંગાય?” | સાંભળો ! મુંબઈથી એક શ્રાવક તેમની પાસે પૂછવા ગયા ત્યારે તેમણે અભયશેખરવિજયજી ગણિ પાસે મોકલ્યા. પેલાએ ત્યાં જઈને કહ્યું કે – “સાહેબ! શક્તિ સંપન શ્રાવક ભાવના સંપન ન હોય તો દેવદ્રવ્યથી પૂજા કરી શકે, તેવો શાસ્ત્રપાઠ હોય તો આપો.” આ સાંભળી મહારાજ ગરમ થઈ ગયા અને શ્રાવકને ઉતારી પાડતાં એવાં ભાવનું કહ્યું કે – “તમે શું ભણ્યા છો? તમારા જેવા ફુટકલિયા ને શાસ્ત્રપાઠ માંગવાનો અધિકાર નથી.” પેલો ભાઈ હાથ જોડી રવાના થયો.