________________
પ્રકરણ - ૪: શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ? દોષ લાગવાની આપત્તિ આવે છે.
ટિપ્પણીઃ (૧) શ્રાદ્ધવિધિના પૂર્વે જણાવેલા શાસ્ત્રપાઠોમાં ધનવાનમધ્યમ અને નિર્ધન શ્રાવક માટેની જિનપૂજાની વિધિ બતાવી હતી. હવે પૂર્વોક્ત પાઠમાં ગૃહમંદિરના શ્રાવકે પોતાના ગૃહમંદિરમાં મૂકાયેલા ફળ-નૈવેદ્ય આદિનું શું કરવું અને સર્વે શ્રાવકોએ (ગૃહમંદિરવાળા અને ગૃહમંદિર વિનાના શ્રાવકોએ) જિનપૂજા શાનાથી કરવી અને સંઘના જિનમંદિરમાં મૂકાયેલા ફળ-નૈવેદ્યાદિનું શું કરવું ? વગેરે પ્રશ્નોનું માર્ગદર્શન પૂર્વોક્ત પાઠમાં આપ્યું છે. પૂર્વોક્ત પાઠનો ફલિતાર્થ એ છે કે –
(A) શ્રાવકે બંને પ્રકારના ભોગ-ઉપભોગ) દેવદ્રવ્યને યથાસંભવ પોતાના કાર્યમાં ન વાપરવું. પરંતુ યોગ્ય સ્થાને જ વાપરવું. | (B) પોતાના ગૃહમંદિરમાં ધરેલાં ચોખા, સોપારી, નૈવેદ્ય આદિના વેચાણથી પ્રાપ્ત થયેલા પુષ્પભોગાદિને પોતાના ગૃહમંદિરમાં ન વાપરવા. તેમજ ચૈત્ય (સંઘમંદિર)માં પણ પોતે ન ચડાવવા, પરંતુ તેનું સાચું સ્વરૂપ જણાવીને પૂજકાદિ પાસે ચડાવરાવવું. જો એમ બની શકે તેમ ન હોય તો બધાની આગળ ““આ ગૃહમંદિરમાં ચડાવેલ ચીજમાંથી પ્રાપ્ત થયેલ પુષ્પભોગાદિ છે. મારા પોતાના દ્રવ્યથી નવા પ્રાપ્ત થયેલા પુષ્પભોગાદિ નથી” વગેરે સ્પષ્ટ રીતે જણાવીને પોતાના હાથે ચડાવવું. નહિ તો લોકમાં પોતાની વૃથા પ્રશંસા વગેરે થવાનો દોષ લાગે.
અહીં ઉલ્લેખનીય છે કે, સંબોધ પ્રકરણ આદિ ગ્રંથોમાં પ્રભુ સમક્ષ ધરેલાં નૈવદ્યાદિને નિર્માલ્ય દેવદ્રવ્ય તરીકે જણાવેલ છે અને તે અક્ષતનૈવેદ્યાદિને યોગ્ય કિંમતે વેચીને ઉપજેલી રકમને જિનાલયના જીર્ણોદ્ધારમાં ઉપયોગ કરવાનું જણાવ્યું છે અને પ્રભુના આભૂષણો પણ બનાવી શકાય તેમ કહ્યું છે.
અહીં બીજી વાત એ નોંધનીય છે કે, શ્રાદ્ધવિધિના પૂર્વનિર્દિષ્ટ પાઠમાં