________________
પરિશિષ્ટ-૧૯ પૂ.આ.ભ.શ્રી કલ્યાણસાગરસૂરિજી મ.સા.ની
“સ્વપ્નદ્રવ્ય” અંગે માન્યતા.
(“સ્વપ્ન દ્રવ્ય અંગે માર્મિક બોધ” પુસ્તકમાંથી પૃ. ૯૧-૯૪ સાભાર)
સ્વપ્ન દ્રવ્ય પારણાનું દ્રવ્ય દેવદ્રવ્ય જ છે. આ વાત સમજવા માટે કલ્યાણકોને સમજવા જરૂરી છે. ચોર્યાશી લાખ જીવાયોનિમાં મનુષ્ય અને તે પણ કર્મભૂમિના મનુષ્યો પૈકી શ્રી તીર્થકર હોય છે.
શ્રી જિનશાસનમાં શ્રી તીર્થંકરદેવની ભક્તિ એટલી બધી નિકાચિત હોય છે, કે તેમનાં જ પાંચે પ્રસંગોએ (શ્રી ચ્યવન, જન્મ-દિક્ષા-કેવળ-મોક્ષ) ચૌદ રક્યુલોકનાં દરેક જીવોને એકી સાથે શાતા ઉપજે છે. તદ્ભવે મોક્ષે જનાર અન્ય ચૌદ લિંગના જીવોના તથા શ્રી ગણધર ભગવંત પ્રમુખનાં પ્રસંગોએ આ પાંચે કલ્યાણકોમાંથી એક પણ કલ્યાણક થતું નથી. માટે પંદર લિંગ પૈકી શ્રી તીર્થંકર એક જલિંગ એવું છે, કે જેના મહામંગળકારી પાંચ કલ્યાણકો એકજભવમાં થાય છે અને તે મહામંગળકારી શુભ પ્રસંગે ચૌદ રજજુલોકનાં સર્વે જીવોને સાતા ઉપજે છે. એ કલ્યાણકોની મહત્તાને આભારી છે.
ચોર્યાશી લાખ જીવયોનિમાં એક જ શ્રી તીર્થંકર પરમાત્માના શ્રી અવન સમયે જ શ્રી તીર્થંકરના માતાજી ચૌદ મહાસ્વપ્નો જુવે છે. બીજા પુરુષો એટલે ચક્રવર્તિ આદિની માતા આ ચૌદ સ્વપ્નો જુએ છે, પણ ઝાંખા જૂવે છે. તદ્દભવે મોક્ષે જનાર અન્ય ચૌદ લિંગોના જીવોની માતાઓ સ્વપ્નો જોતી નથી.
કલ્યાણકો પાંચ જ છે. ચારે નહિ અને છ એ નહિ. ચ્યવન કલ્યાણકને શ્રી જિનશાસનમાં મતાજાર વિના કલ્યાણકજ કહ્યું છે.
તો શ્રી ચ્યવન કલ્યાણક સૂચિત સ્વપ્ન નિમિત્તે થનાર બોલીની રકમ શ્રી તીર્થકર ભગવંત નિમિત્તે જ છે, એટલે તે દ્રવ્ય (રકમ) દેવદ્રવ્ય જ છે.
શ્રી પંચતીર્થજીમાં શ્રી જિનેશ્વરદેવનાં પાંચ પ્રતિમાજી મહારાજ હોય છે.