________________
પ્રકરણ - ૧૧: ધાર્મિક દ્રવ્યનો વહીવટ કેમ કરશો?
૨૯૭ (૪) આ દ્રવ્ય પરમાત્માની અંગપૂજામાં ક્યાંય પણ ઉપયોગમાં ન આવે.
(૫) જે સાધુપણાના આચારથી રહિત હોય, જેને શાસ્ત્રોમાં દ્રવ્યલિંગી કહ્યાં છે, એવા વેશધારી સાધુ દ્વારા ભેગું કરેલું ધન અત્યંત અશુદ્ધ હોવાથી એને અભયદાન-જીવદયામાં જ વાપરી શકાય. જિનમંદિર-જીર્ણોદ્ધારમાં ક્યાંય ન વાપરી શકાય. • ગુરુપૂજન વગેરેનું દ્રવ્ય - ગુરુદ્રવ્યઃ
ધર્મસંગ્રહ-દ્રવ્યસપ્તતિકા વગેરે ગ્રંથોને આધારે ગુરુદ્રવ્ય બે પ્રકારનું
છે.
૧. ભોગાઈ ગુરુદ્રવ્યઃ ગુરૂના ભોગ-ઉપભોગ (ઉપયોગ)માં આવી શકે એવું દ્રવ્ય એમને વહોરાવવું તે. દા.ત. આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, કામળી વગેરે.
૨. પૂજાઈ ગુરુદ્રવ્યઃ ગુરુની અંગપૂજા, અગ્રપૂજાના સ્વરૂપે જે સુવર્ણ આદિ દ્રવ્ય અર્પણ કરાય છે, તેને પૂજાઈ ગુરુદ્રવ્ય કહેવાય. ઉદા. સોનાની ગીની, ચાંદીની ગીની મૂકીને ગુરુપૂજન કરવું, રૂપિયા અને સિક્કા મૂકીને ગુરુપૂજન વગેરે.
» ભોગાઈ ગુરુદ્રવ્યનો ઉપયોગ ગુરુ સ્વયં કરી શકે છે. પૂજાઈ ગુરુદ્રવ્ય ગુરુના ઉપયોગમાં કયાંય વાપરી ન શકાય. આથી દ્રવ્યસપ્તતિકા ગ્રંથના પાઠને અનુસારે એ દ્રવ્યને ગુરુ કરતાં ઉંચા સ્થાનમાં એટલે જિનમંદિરના જીર્ણોદ્ધાર-નવનિર્માણમાં લઈ જવાય છે. યાદ રાખવું કે - દ્રવ્યસપ્તતિકામાં ગુરુદ્રવ્યથી ઉપરનું ખાતું દેવદ્રવ્યનું જ છે. આથી ગુરુપૂજનમાં આવેલી બધી રકમ જિનમંદિર જીર્ણોદ્ધાર અને નવનિર્માણમાં જ વાપરવી જોઈએ.
> ગુરુભગવંતને કામની વહોરાવવાની બોલી બોલાય છે. એમાં કામળી ભોગા દ્રવ્ય હોવાથી તે કામળી ગુરુ વાપરી શકે છે, પરંતુ ભક્તિસ્વરૂપે બોલાયેલી એની બોલીની રકમ ધન સ્વરૂપ હોવાથી તે