________________
૨૯૬
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા સદુપયોગઃ
(૧) આ દ્રવ્યનો ઉપયોગ અત્યંત જરૂરિયાતવાળા સાધર્મિક શ્રાવકશ્રાવિકાઓને ધર્મમાં સ્થિર કરવા માટે થઈ શકે છે. તેમજ આપત્તિના સમયમાં તેમને દરેક પ્રકારની યોગ્ય સહાય કરવા માટે થઈ શકે છે.
(૨) શ્રીસંઘમાં પ્રભાવના અથવા સાધર્મિક વાત્સલ્ય આ દ્રવ્યથી કયારેય ન કરી શકાય.
(૩) આ ધાર્મિક પવિત્ર દ્રવ્ય છે. તેથી ધર્માદા (ચેરિટી) સામાન્ય જનતા, યાચક, દીનદુઃખી, રાહતફંડ અથવા અન્ય કોઈ માનવીય અને પશુની દયા-અનુકંપાના કાર્યોમાં આ દ્રવ્ય ક્યાંય વપરાય નહિ.
૮. ગુરુદ્રવ્યઃ
(૧) પાંચ મહાવ્રતને ધરનારા, સંયમી, ત્યાગી મહાપુરુષોની આગળ ગહુલી (ચોખાનો સાથીયો વગેરે રચના) કરી હોય અથવા ગુરુની સોનાચાંદી વગેરેના સિક્કા આદિ દ્રવ્યોથી પૂજા કરી હોય, ગુરુપૂજનનો ચડાવો બોલાવ્યો હોય, તો તે દરેક દ્રવ્ય જિનમંદિરનો જીર્ણોદ્ધાર અને નવનિર્માણમાં વાપરવું જોઈએ. આવું દ્રવ્યસપ્તતિકા ગ્રંથમાં સ્પષ્ટપણે જણાવ્યું છે.
(૨) ગુરુ પ્રવેશ મહોત્સવમાં સાંબેલા, હાથી, ઘોડા આદિની જે બોલી, ગુરુ મહારાજને કામળી આદિ ચારિત્રોપકરણ વહોરાવવાની બોલી, ગુરુપૂજનના ભંડારમાંથી ઉત્પન્ન દ્રવ્ય, તેમજ નૂતન દીક્ષિતને કરેમિ ભંતે’ ઉચ્ચરાવ્યા બાદની અવસ્થાની તમામ બોલીઓ. દા.ત. નૂતન દીક્ષિતના નામ જાહેર કરવાની બોલી ગુરુદ્રવ્ય કહેવાય છે.
(૩) આ દ્રવ્ય ભોગાઈ – ભોગ યોગ્ય ન હોવાથી ગુરુમહારાજ (સાધુ-સાધ્વીજી)ના કોઈ પણ કાર્યમાં ઉપયોગમાં ન લઈ શકાય. પરંતુ ‘દ્રવ્ય-સપ્તતિકા'ના પાઠને અનુસારે ગુરુમહારાજથી ઊંચા સ્થાનરૂપ જિનમંદિરનો જીર્ણોદ્ધાર કે નવનિર્માણમાં જ ઉપયોગ કરી શકાય.