SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ - ૧૧: ધાર્મિક દ્રવ્યનો વહીવટ કેમ કરશો? ૨૯૫ (૫) પૂ. સાધુ-સાધ્વીજીની ભક્તિ માટે કોઈએ વ્યક્તિગત રકમ આપી હોય તો તે રકમ વૈયાવચ્ચના દરેક કાર્યમાં વાપરી શકાય. આ રકમ જૈન ડૉક્ટર આદિને ફી-પગાર તરીકે પણ આપી શકાય. (૬) સાધુ-સાધ્વી વૈયાવચ્ચ ખાતાની રકમમાંથી ઉપાશ્રય કે વિહારધામ બનાવી ન શકાય. તે જ પ્રમાણે તે મકાનોનું સમારકામ પણ આ દ્રવ્યમાંથી ન કરી શકાય. ઉપાશ્રય-વિહારધામમાં રાખેલા કાર્યકર માણસોને પગાર પણ ન આપી શકાય. (૭) વિહારના સ્થાનોમાં ખાવા-પીવાની કે ગોચરી-પાણી માટે વૈયાવચ્ચનું દ્રવ્ય ઉપયોગમાં લઈ શકાય નહિ. કારણ કે, વિહારના સ્થાનોમાં રસોઈ બનાવવા વગેરે કાર્ય માટે જૈન પરિવાર હોય તો તેને પણ રહેવાનું, ખાવાનું, પીવાનું ત્યાં જ હોય છે. તેથી તેને આ દ્રવ્યના ભોગવટા-ભક્ષણનો દોષ લાગે. વૈયાવચ્ચ ખાતાનું દ્રવ્ય સાધુ-સાધ્વીજીના ગોચરીમાં વાપરવું યોગ્ય નથી. (૮) પૂ.સાધુ-સાધ્વીજી ભગવંતોની સાથે મુમુક્ષુ-દીક્ષાર્થી શ્રાવક હોય અથવા એમને વંદન કરવા આવેલા શ્રાવક-શ્રાવિકાઓને ત્યાં રહેવાનોખાવાનો, પીવાનો અવસર પણ આવે. તેથી આ ઉપજ ત્યાં ન વપરાય.. (૯) પૂ.સાધુ-સાધ્વીજીઓ પાસે કામ કરવા માટે જૈન શ્રાવક હોય તો તેમને પણ રહેવા આદિનો અવસર આવે. આથી વિહારાદિના સ્થાનોમાં ઉદારશીલ શ્રાવકો દ્વારા ભક્તિ માટે જે દ્રવ્ય અર્પણ કરાયું હોય એનો જ ઉપયોગ કરવો. ૬-૭ શ્રાવક-શ્રાવિકા ક્ષેત્ર: ઉદારતા સંપન્ન શ્રાવકોએ ભક્તિભાવથી જે દ્રવ્ય આપ્યું હોય, તે જ પ્રમાણે સાધર્મિક ભક્તિ માટે ફંડ કરવામાં આવ્યું હોય, તે દ્રવ્ય શ્રાવક-શ્રાવિકા ક્ષેત્રમાં જાય.
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy