SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા પૂજાઈ જ મનાય છે. તેથી તે પણ ગુરુપૂજનની રાશિની જેમ જિનમંદિર જીર્ણોદ્ધાર-નવનિર્માણમાં જ જાય છે. આ ધ્યાનમાં રાખવું. – ગુરુપૂજનની રાશિ જિનેશ્વરની કેસર વગેરે અંગપૂજામાં તથા મુકુટ-અલંકાર વગેરે આભરણ પૂજામાં વાપરવી નહિ. કારણ કે, એ દ્રવ્ય ગુરુના ચરણોમાં મૂકેલ છે. ચડાવા રકમ કયા ખાતામાં? - ગુરુપૂજનની રકમ.. પૂજાઈ ગુરુદ્રવ્ય, દેવદ્રવ્ય - ગુરુપૂજન સમયે સમર્પિત કરેલું પૂજાદ્રવ્ય... પૂજાઈ ગુરુદ્રવ્ય-દેવદ્રવ્ય. - ગુરુભગવંતને કામની વહોરાવવાની રકમ... પૂજાઈ ગુરુદ્રવ્ય-દેવદ્રવ્ય - ગુરુમહારાજની સમક્ષ કરેલું ગફૂલીદ્રવ્ય.. પૂજાઈ ગુરુદ્રવ્ય-દેવદ્રવ્ય - ગુરુમહારાજના પ્રવેશ-સ્વાગત સમયે વાહન-હાથી-ઘોડા વગેરેના ચડાવાની રકમ. પૂજાઈ ગુરુદ્રવ્ય-દેવદ્રવ્ય - ગુરુમહારાજના પ્રવેશ મહોત્સવના પૂજા ગુરુદ્રવ્ય-દેવદ્રવ્ય ચડાવાની રકમ... – ગુરુમહારાજના પ્રવેશ કે વ્યાખ્યાન પ્રસંગે હીરા-માણેક, મોતી વગેરે કિંમતી દ્રવ્યોથી ગફૂલી કરી હોય તો તે દ્રવ્ય દેવદ્રવ્યમાં જમા કરાવવું. એ જ ગફૂલી જો બીજીવાર વાપરવી હોય તો એ સમયે એની જેટલી કિંમત હોય તેટલી દેવદ્રવ્યમાં જમા કરાવવી. અથવા સંઘે નકરો રાખ્યો હોય તો તે નકરો ભરીને ઉપયોગ કરી શકે. – ગુરુ ભગવંતના પ્રવેશોત્સવની બોલીમાંથી પ્રવેશોત્સવનો કોઈ પણ ખર્ચે બાદ કરી શકાય નહિ. બોલીની સંપૂર્ણ રકમ દેવદ્રવ્યમાં જ જવી જોઈએ. જ્યારે પ્રવેશોત્સવનો ખર્ચો વ્યક્તિગત કે સાધારણ ખાતામાંથી કરવો જોઈએ. – ગુરુપૂજન અને કામની વહોરાવવા આદિ ઉપરોક્ત બધા ચડાવાનું
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy