SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા ૨૮૮ (૭) આક્રમણ સમયે જનમૂર્તિ, જિનમંદિર આદિના રક્ષણમાં. (૮) આપદ્ધર્મ સમજીને દેવદ્રવ્યની રકમ પરનો ટેક્ષ વગેરે ભ૨વામાં. જો કે, ટેક્ષ લાગે નહીં તે જ રીતે વહીવટદારે વહીવટ કરવો. નોંધ : (૧) જિનભક્તિ માટેના સિંહાસનાદિ ઉપકરણોનો શ્રાવકોએ પોતાની સ્વદ્રવ્યથી લાભ લેવો જોઈએ. (૨) શ્રીજિનેશ્વર પરમાત્માની ભક્તિ-પૂજા શ્રાવકે સ્વદ્રવ્યથી જ યથાશક્તિ કરવી જોઈએ. શ્રાદ્ધવિધિ, શ્રાદ્ધદિનકૃત્ય, પંચાશકજી પ્રકરણ, ષોડશક પ્રકરણ, લલિતવિસ્તરા આદિ ગ્રંથકારોએ સ્વવિભવાનુસારી જિનપૂજા કરવાની કહી છે. (૩) વિ.સં. ૧૯૯૦ના સંમેલનના ઠરાવ અનુસારે જ્યાં શ્રાવકોના ઘર ન હોય, તીર્થભૂમિમાં જ્યાં શ્રાવકોના ઘર ન હોય કે સામર્થ્યવાળા ન હોય અને બીજી વ્યવસ્થા ઊભી કરવાના સંયોગો ન હોય, ત્યારે પ્રતિમા અપૂજ ન રહે તે માટે (જિનમંદિર કર્રવ્ય સ્વરૂપે) અપવાદરૂપે દેવદ્રવ્યથી પણ પ્રભુપૂજા કરવી. પરંતુ પ્રતિમા અપૂજિત ન રહેવા જોઈએ. તથા એવા અશક્ત સ્થળોએ આવશ્યક પૂજાની સામગ્રી અને પૂજારીનો પગાર દેવદ્રવ્યમાંથી અપવાદે આપી શકાય છે. જો કે, આવા સ્થળોએ સુવિહિત મહાપુરુષો ઉપદેશ આપીને સાધારણના ફંડની વ્યવસ્થા કરાવી આપી, તે કાર્યોમાં દેવદ્રવ્યનો ઉપયોગ ન થાય, તેની તકેદારી તે તે અશક્ત સ્થળોના વહીવટદારો પાસે રખાવતા હોય છે અને આ જ પરંપરા યથાયોગ્ય છે. ભવિષ્યમાં પણ તે રીતે થાય એ જ ઇષ્ટ છે, જેથી પરમપવિત્ર દેવદ્રવ્યની રક્ષા-વૃદ્ધિનું કાર્ય વેગવંતુ બને. (૪) તેવા પ્રકારના અશક્ત સ્થળોએ પૂજારી શ્રાવક (જૈન) હોય તો, તેને પગાર સાધારણ ખાતામાંથી આપવો જોઈએ. જૈનને દેવદ્રવ્યનો એકપણ પૈસો અપાય નહીં. લેનાર અને આપનાર બંને પાપના ભાગી બને છે.
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy