________________
પરિશિષ્ટ-૫
૩૭૯ સહેલાઈથી ઉકેલ આવે એવા જ પ્રશ્નો ચર્ચવાના છે. તે પછી ૮-૧૦ દિવસ બાદ સંમેલનના હિમાયતી સાધુઓમાં ચર્ચા થઈ અને અમદાવાદમાં બિરાજમાન બીજા આચાર્યોને પણ વિનંતી કરી સંમેલનમાં બોલાવવાનું નક્કી થયું. કેટલાક આગેવાનો મને વિનંતી માટે આવ્યા. મેં કહ્યું વિચારીશું. ત્યારબાદ મુંબઈ પૂજ્ય ગચ્છાધિપતિશ્રીજીને પૂછાવ્યું કે - હકીકત આ પ્રમાણે છે, શું કરવું? પૂજ્યશ્રીએ કહેવડાવ્યું કે - “શાસનના પ્રશ્નો વિચારાતા હોય તો જવામાં હરકત નથી. ખોટી વાતમાં મતું ન મારવું” તે પછી પાછું પૂ. ઓકારસૂરિ મ. ને પૂછાવ્યું કે- અમને વરઘોડામાં જ આવવાનું આમંત્રણ છે કે સંમેલનમાં પણ આમંત્રણ છે? તેઓશ્રીએ કહ્યું કે - વરઘોડામાં અને સંમેલનમાં - બંનેમાં આવવાનું આમંત્રણ છે. એથી અમારે સંમેલનમાં જવાનું થયું. દેવદ્રવ્યના ઠરાવ વખતે મેં કહ્યું, આ વિવાદાસ્પદ પ્રશ્ન છે અને અશાસ્ત્રીય ઠરાવ છે. સં. ૧૯૯૦ના ઠરાવનો બાધક છે, પણ મારી વાતનો સ્વીકાર ન કર્યો અને આગળ વધતા ગયા. પં. ચંદ્રશેખર વિજીએ શક્તિ સંપન્ન પણ ભાવનાહીન માટે કલ્પિત દેવદ્રવ્યનો કલ્પિત રસ્તો શોધી કાઢ્યો. સ્વપ્નાદિની બોલીનું દ્રવ્ય કલ્પિતમાં જાય તેવી પણ વાત મૂકી. એમાં અમે સંમતિ ન આપી. મુંબઈ પૂ. શ્રીને બધી હકીકત લખી પૂછાવ્યું તો જવાબ આવ્યો કે – આમાં સંમત ન થવાય. છતાં એક પછી એક ઠરાવો ઝડપથી લખાતા ગયા. સહી લેવાની વાત આવી ત્યારે પાછા એ ઠરાવોના માળખા ફરી ગયા હતા. મને કહે સહી આપો. મેં કહ્યું અમારાથી સહી ન અપાય. “કારણ શું?' કહ્યું કે “કારણ કાલે જણાવીશું.'
બીજે દિવસે અમે એક નિવેદન તૈયાર કરીને પહેલા આ.શ્રી ઓકારસૂરિજી મ. ને આપ્યું - તેમણે વાંચી. આ. શ્રી વિ. રામસૂરિજી મ. (ડહેલાવાળા) ને આપ્યું. તેમણે વાંચી મને આક્રોશ સાથે પૂછ્યું કે “સહી નહોતી આપવી તો આવ્યા કેમ?” કહ્યું કે - “બોલાવ્યા માટે આવ્યા. ત્યારે વિચારણા પૂરતી વાત હતી. સહીની કોઈ વાત ન હતી. હવે તમે આ પ્રમાણે વાત કરો છો તો અમે ચાલ્યા જઈએ છીએ.” એમ કહી અમે ચાલવા માડ્યું, ત્યારે બૂમ પાડવા લાગ્યા પણ અમે પાછા ન ગયા. આ. પ્રભાકરસૂરિજી પણ અમારી સાથે હતા. પં. શ્રી ચંદ્રશેખરવિજયજીએ તેમને બેસવાનું કહ્યું. તેમણે કહ્યું - વડીલ જાય છે પછી