________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
સભા : “દેવદ્રવ્યનો ભોગ પોતે નથી કર્યો, પૂજા કરી છે તો એમાં ભક્ષણ શું થયું ?’’
૩૭૮
“ભગવાનની પૂજાનું કાર્ય પોતાનું હતું કે બીજાનું ? પૂજાની વિધિ શક્તિ મુજબ સ્વદ્રવ્યથી કરવાની કહી છે. તે વિધિનું ઉલ્લંઘન કરી દેવદ્રવ્યનો પોતાના કાર્યમાં ઉપભોગ કર્યો તે એક પ્રકારનું ભક્ષણ જ કહેવાય. આ બધી વાતો સ્થૂલબુદ્ધિથી ન સમજાય, સૂક્ષ્મબુદ્ધિથી સમજવી પડે. ભક્ષકનો અનંત સંસાર પણ વધી જાય એ તો તે વખતના પરિણામ ઉપર આધાર રાખે છે.”
પાંચમો પ્રશ્ન છે કે - “જિન મંદિરની ૧૦ કે ૮૪ આશાતનામાં ક્યાંય દેવદ્રવ્યની થતી જિનપૂજાને આશાતના કહી છે ? આનો ઉત્તર એ છે કે - ૧૦ કે ૮૪ આશાતના સાથે આને કોઈ સંબંધ નથી. આ પ્રશ્ન અજ્ઞાનતા ભર્યો અને હાસ્યાસ્પદ છે.”
મુનિ સંમેલનની કેટલીક વાતો અગાઉ કહી ગયો છું. ઘણો વિરોધ છતાં સર્વસંમતિ લખીને (તદ્ન અસત્ય) ઠરાવો પાસ કર્યા. ઘણા આચાર્યો તેમાંથી પાછા પણ વળી ગયા પણ પંન્યાસ ચંદ્રશેખરવિજયજી પાછા ન વળ્યા.
સભા : “આપે પણ પહેલા સંમેલનમાં સંમતિ આપેલી એવી હવા ફેલાયેલી છે.’
– મારી સંમતિ હતી એવો ખોટો ઘૂમ પ્રચાર પં. ચન્દ્રશેખર વિ.જીએ કર્યો છે. પણ મારી સંમતિ હતી, તે વાત સાચી નથી. પહેલા જ દિવસે વિરોધની તક આવી ત્યારે મુનિ શ્રી રત્નસુંદર વિ.જીએ વિરોધ કર્યો તેથી ઠરાવ (સંડાસમાં જવાનો) ફેરવવામાં આવ્યો. આપણે તેનો વિરોધ કરવાનો હતો જ પણ પછી જરૂર ન પડી. બીજા દિવસે દેવદ્રવ્યનો ઠરાવ આવ્યો. એનો તથા તે પછીના કેટલાય ઠરાવોનો મેં વિરોધ કર્યો છે અને તેની લાંબી ચર્ચાઓ ચાલી હતી.
મારે સંમેલનમાં જવાનું એવી રીતે બન્યું કે - પૂ. આ. શ્રી ઓંકારસૂરિ મહારાજે સંમેલનના ૧૫ દિવસ પહેલાં મને બોલાવેલો. હું ગયો રાત્રે ૧ કલાક બેઠા, ઘણી ચર્ચા થઈ. એમાં એમણે મને કહ્યું : અમુકની આશામાં આર્વી જાવ. મેં કહ્યું : એ શક્ય નથી. છેલ્લે મેં પૂછ્યું : આપના સંમેલનમાં કયા વિષયોની ચર્ચા થવાની છે ? તેઓએ કહ્યું ઃ વિવાદાસ્પદ કોઈ પ્રશ્નો ચર્ચવાના નથી.
::