________________
૪૦
પ્રકરણ - ૨ દેવદ્રવ્યના વિવિધ પ્રકારો ૦ આ તે કેવો ન્યાય??
– અહીં ઉલ્લેખનીય છે કે, દ્રવ્યસપ્તતિકા ગ્રંથમાં વર્ણવેલા ચૈત્યદ્રવ્ય (દેવદ્રવ્ય), ગુરુદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણદ્રવ્ય અને ધર્મદ્રવ્ય : આ પાંચે પ્રકારના દ્રવ્યોના વિષયમાં પૂર્વનિર્દિષ્ટ બે ભેદ પડે છે. આમ છતાં લેખકશ્રી જ્ઞાનદ્રવ્યમાં એ બે ભેદ સ્વીકારે છે અને દેવદ્રવ્ય તથા ગુરુદ્રવ્યના વિષયમાં એ બે ભેદ સ્વીકારવાની ધરાર ઉપેક્ષા કરે છે, તે કોના ઘરનો ન્યાય ? આમ તો તેઓશ્રીના પૂર્વે જણાવેલા પુસ્તકોના અંશો અને તેમના દ્વારા થયેલી (વિ.સં. ૨૦૪૪ ની સાલ પૂર્વેની) પ્રરૂપણાઓમાં દેવદ્રવ્યગુરુદ્રવ્યના વિષયમાં પણ એ બે ભેદો પાડેલા સ્પષ્ટ જોવા મળે જ છે. પરંતુ અભિમત અર્થની સિદ્ધિ માટે આયોજાયેલા સં. ૨૦૪૪ના સંમેલનમાં અને તે પછીના તેમના પુસ્તકોમાં-પ્રવચનોમાં એ બે ભેદોને ભૂસી નાંખીને શાસ્ત્રવચનોની ભેળસેળ કરી મુગ્ધજનોને ગેરમાર્ગે દોરવાનું તેઓએ કામ કર્યું છે. (૮) આથી પ્રભુની ભક્તિસ્વરૂપે અર્પેલું દ્રવ્ય અને પ્રભુની ભક્તિ માટે
અલગ રાખેલું કે આપેલું દ્રવ્યઃ આ બંને વચ્ચે સ્પષ્ટ ભેદ છે. બંને પ્રકારના દેવદ્રવ્યમાં પ્રથમ પ્રકારના દેવદ્રવ્યથી શ્રાવકે પોતાના કોઈપણ કર્તવ્યો કરાય નહીં. કારણ કે, તે દેવને સમર્પિત થયેલું દ્રવ્ય છે. હવે પોતાનો એના ઉપર અધિકાર નથી. બીજા પ્રકારના દેવદ્રવ્યમાં દેવસંબંધી કાર્યમાં વાપરવાનો માત્ર સંકલ્પ કરેલો છે, પણ દેવને અર્પણ કરેલું નથી. તેથી વાસ્તવમાં તો સ્વદ્રવ્ય જ છે અને સંઘને અર્પિત કર્યું હોય તો સંઘનિશ્રિત સ્વદ્રવ્ય કહેવાય. એ સંકલ્પિત દ્રવ્ય દેવસંબંધી કાર્ય સિવાય બીજે વાપરી શકાતું નથી,
તેથી તેને પણ દેવદ્રવ્યની સંજ્ઞા આપી છે. (૯) વ્યવહારમાં પણ આવા ભેદ પડે જ છે. રાજાને ભેટણા તરીકે
આપેલા દ્રવ્યથી પાછું રાજાનું બહુમાન આદિ કરાતું નથી. પરંતુ ભેટણા માટે અલગ કાઢેલા દ્રવ્યથી જરૂર ભેટશું બહુમાન વગેરે કરી