________________
૪૬
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા (૭) અરે ! આ અમે એકલા જ નથી કહેતા. પરંતુ જ્ઞાનદ્રવ્યના
વિષયમાં ખુદ “ધાર્મિક વહીવટ વિચાર”ના લેખકશ્રી પોતે જ (તૃતીય આવૃત્તિ) પૃ. ૨૪ ઉપર લખે છે કે,
“જ્ઞાનપૂજન, જ્ઞાન અંગેની ઉછામણીઓ-ક્યાંક ક્યાંક થતી જ્ઞાનની અષ્ટપ્રકારી પૂજા, કલ્પસૂત્ર વગેરે સૂત્રોની બોલી, પ્રતિક્રમણનાં સૂત્રોની બોલી, દીક્ષા કે પદ-પ્રદાન પ્રસંગે નવકારવાળી, પોથી અને સાપડાની ઉછામણી, જ્ઞાનખાતે મળતી ભેટ વગેરે જ્ઞાનદ્રવ્ય કહેવાય. આમાંથી આગમો, શાસ્ત્રો અને સાધુ-સાધ્વીજીના અધ્યયન માટેના ગ્રન્થાદિ તમામ લખાવી-છપાવી શકાય, સાધુ-સાધ્વીજીને ભણાવતા અર્જુન પંડિતોને પગાર કે પુરસ્કાર વગેરે આપી શકાય, જ્ઞાનભંડારો બનાવી શકાય, જ્ઞાનમંદિર બનાવી શકાય. (જેમાં સાધુ-સાધ્વીજીઓ સંથારો કે ગોચરી, પાણી વગેરે ન કરી શકે.)
જ્ઞાનખાતે (અર્થાત પાઠશાળા વગેરે ખાતે) મળેલી ભેટરૂપ રકમમાંથી જૈન પંડિતને પણ પગાર-પુરસ્કાર આપી શકાય. (જ્ઞાનખાતે કોઈ દાતા એવા આશયથી દાન આપે કે, મારી આ રકમનો ચતુર્વિધ સંઘમાં સમ્યજ્ઞાનના પ્રસાર માટે-ઉપયોગ કરવા માટે હું ભેટ આપું છું,” આવા સ્થળે આની સ્પષ્ટતા કરવી.)”
– “ધાર્મિક વહીવટ વિચાર”ના પૂર્વોક્ત લખાણમાં સ્પષ્ટ રીતે બે ભેદ જોવા મળે છે. જ્ઞાનપૂજન-જ્ઞાન અંગેની ઉછામણી - ગ્રંથની અષ્ટપ્રકારી પૂજા વગેરેની ઉછામણી વગેરે વગેરે ઉછામણી દ્વારા પ્રાપ્ત જ્ઞાનદ્રવ્યને તેઓ શ્રીસંઘને સમર્પિત જ્ઞાનદ્રવ્યમાં મૂકે છે અને તેનો ઉપયોગ શાસ્ત્રાનુસારી પરંપરા મુજબ જણાવે છે. તથા જ્ઞાનખાતે ભેટરૂપે આવેલ રકમ અર્થાત જ્ઞાનખાતાની સંકલ્પિત રકમનો પણ શાસ્ત્રાનુસારી પરંપરા અનુસારે ઉપયોગ બતાવે છે. એટલે “શ્રાવકોને જ્ઞાન ભણવા કે તે સંબંધી પુસ્તકાદિ લાવવા અને ભણાવનાર પંડિતનો પગાર આપવા માટે અલગ કાઢેલું કે સંઘને અપાતું દ્રવ્ય, એ સંકલ્પિત જ્ઞાનદ્રવ્ય છે. (જને લેખકશ્રી પાઠશાળા ખાતામાં જણાવે છે.) અને જ્ઞાન પ્રત્યેની ભક્તિથી કરાતું જ્ઞાનનું પૂજન અને કલ્પસૂત્ર વગેરેની વિવિધ બોલી આદિ દ્વારા આવતું જ્ઞાનદ્રવ્ય, કે જે અર્પિત-સમર્પિત જ્ઞાનદ્રવ્ય છે. આ રીતે બેનો ભેદ તેમણે પણ પાડ્યો છે.