________________
પરિશિષ્ટ-૨
૩૨૩ ઉપજના પૈસા દેવદ્રવ્યમાં જ અમો તો વપરાવીએ છીએ અને અમારો અભિપ્રાય દેવદ્રવ્યમાં જ છે. વળી ઘણા જ ગામમાં તથા શહેરોમાં દેવદ્રવ્યમાં જ વાપરવાની પ્રણાલિકા છે.”
સાધારણ ખાતામાં ખાડો હોય તો તેના માટે બીજી ટીપ કરવી સારી છે – પણ સુપનના ઘીના રૂ.. રાઈ ના ભાવના બદલે રૂા. ૫)નો ભાવ લઈને અડધા પૈસા દેવદ્રવ્યમાં લઈ જવા વ્યાજબી નથી અને જો સંઘ તેમ કરે તો દોષના ભાગીદાર છે. એવી રીતે કરે તેના કરતાં સાધારણ ખાતાની જુદી ટીપ કરવી શું ખોટી? માટે સુપનાના નિમિત્તના પૈસા સાધારણમાં લઈ જવા તે અમોને તો ઠીક લાગતું નથી. અમારો અભિપ્રાય દેવદ્રવ્યમાં જ વાપરવાનો છે.
પૂ. મહારાજશ્રીની આજ્ઞાથી, - દ. મુનિ કુમુદવિજયજી
સાણંદથી આચાર્ય મહારાજ શ્રી વિજય મેઘસૂરીશ્વરજી મ. આદિ તરફથી -
મુંબઈ મધ્ય દેવગુરુભક્તિકારક સુશ્રાવક જમનાદાસ મોરારજી યોગ ધર્મલાભ. અત્ર સુખશાતા છે. તમારો પત્ર મળ્યો, તે સંબંધમાં જણાવવાનું કે સ્વપ્નની બોલી સંબંધી જે કાંઈ ઉપજ હોય તે દેવદ્રવ્ય સિવાય બીજે ન લઈ જઈ શકાય. અમદાવાદ, ભરૂચ, સુરત, છાણી, પાટણ, ચાણસ્મા, મહેસાણા, સાણંદ વગેરે ઘણા સ્થળોમાં પ્રાયઃ ઉપર જણાવ્યા પ્રમાણે પ્રવૃત્તિ ચાલે છે, એ જ. ધર્મસાધનમાં વિશેષ ઉદ્યમ રાખશો.
દ. સુમિત્રવિજયના ધર્મલાભ.
ઉદેપુર આ.સુ. ૬, માલદાસની શેરી, જૈનાચાર્યવિજયનીતિસૂરીશ્વરજી આદિ ઠા. ૧૨. શાંતાક્રુઝ મધ્ય સુશ્રાવક દેવગુરુ ભક્તિકારક શ્રાવકગુણસંપન્ન શા. જમનાદાસ મોરારજી જોગ ધર્મલાભ વાંચશો. દેવગુરુ પ્રતાપે સુખશાતા છે. તેમાં પ્રવર્તતા તમારો પત્ર મળ્યો. વાંચી