SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા દેવદ્રવ્યથી જિનપૂજા-મહોત્સવાદિ કરવાથી શ્રાવકોના જ્ઞાનાદિ ગુણો દીપી ઉઠે છે ? તે જણાવશો ? (૨) જો પૂજા માટે આવેલા (પૂજા દેવદ્રવ્યથી) કહેશો, તો એ તો શ્રાવકોનું સ્વદ્રવ્ય જ છે ને ! ભંડારની આવક અને સ્વપ્નાદિકની બોલીની આવક સ્વરૂપ શુદ્ધ દેવદ્રવ્ય તો નથી જ ને ? તમે શુદ્ધદેવદ્રવ્ય અને પૂજાદેવદ્રવ્ય વચ્ચેનો તફાવત શું માનો છો ? (૩) (દર્શનશુદ્ધિ ગ્રંથે) શું નિર્માલ્ય દેવદ્રવ્યથી જિનપૂજા-મહોત્સવાદિ કરવાથી શ્રાવકોના જ્ઞાનાદિ ગુણો દીપી ઉઠે છે, એમ કહ્યું છે ? કે એમ નથી કહ્યું ? તે જણાવશો ! (૪) જો તેમાં ‘દેવદ્રવ્ય' શબ્દથી નિર્માલ્ય દેવદ્રવ્ય ગ્રહણ કરશો, તો સંબોધ પ્રકરણ સાથે અને ધાર્મિક વહીવટ વિચાર'ના લેખકશ્રીના વિધાન સાથે વિરોધ નહીં આવે ? (૫) ધાર્મિક વહીવટ વિચાર'ના પરિશિષ્ટકારશ્રી અભયશેખર વિ. મહારાજે (હાલ આચાર્યશ્રીએ) (પ્રથમ આવૃત્તિના) પૃ. ૧૩૨ ઉપર છેલ્લા ફકરામાં ‘નિર્માલ્ય દ્રવ્યથી જિનપૂજા કરવાનું શાસ્રસિદ્ધ છે’ એમ લખ્યું છે, તે તમારા પક્ષને માન્ય છે ? આમાં લેખકશ્રી સાચા કે પરિશિષ્ટકાર, એ જણાવશો? (૬) ‘દર્શનશુદ્ધિ’ના પાઠના આધારે તમે દેવદ્રવ્યથી જિનપૂજાદિ કરવાનું કહો છો, તે દેવદ્રવ્યથી દેવદ્રવ્યસામાન્ય લેવાનું કે પૂજાનિર્માલ્ય-અક્ષયનિધિ સ્વરૂપ દેવદ્રવ્યમાંથી પૂજાદેવદ્રવ્ય ગ્રહણ કરવાનું ? તમારો શો અભિપ્રાય છે ? એ જણાવશો. – તે પક્ષ આટલા પ્રશ્નોનો શાસ્ત્ર + પરંપરા મુજબ અને પરસ્પર વિરોધાભાસ ટાળીને જવાબ આપે તે જરૂરી છે. નહીંતર એમ જ માનવું પડશે કે, પોતાના મિથ્યાભિનિવેશને કારણે લોકોને દેવદ્રવ્યના નામથી ભ્રમણામાં નાંખ્યા છે.
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy