________________
૧૩૪
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા અપનાવી, મળેલી બુદ્ધિને સફળ બનાવવી, એવો આ વિષયમાં અમારો સ્પષ્ટ અભિપ્રાય જાણવો. એ જ સુશેષ કિ બહુના?
પ્રશ્ન:- પૂર્વે નક્કી કર્યું હોય તો ઘર દેરાસરનાં અક્ષત, ફળ, નૈવેદ્ય, વિ. નિર્માલ્યો, માળી ને પણ (પગાર પેટે) આપી શકાય છે. તેવો પાઠ શ્રાદ્ધવિધિ પ્રકરણ ગ્રંથમાં જોવા મળે છે, તો તેવી રીતે સંઘના દેરાસરે, અક્ષત, ફળ, નૈવેદ્ય, વિ. નિર્માલ્યો, પૂજારીને પગાર પેટે કેમ ન આપી શકાય?
ઉત્તર : તમારા પ્રશ્નનો ઉત્તર પૂર્વે શ્રાવકની પૂજાવિધિના જે પાઠો આપ્યા છે, તેના (D) વિભાગમાં જે શ્રાદ્ધવિધિનો પાઠ નં-૫ “તથા વહંદેવદ્રવ્યવિનાશવિહોવાપરે !” પાઠના અર્થમાં ખુલાસો કરેલો જ છે. ત્યાં સ્પષ્ટ શબ્દોમાં જણાવવામાં આવેલ છે કે, દેરાસરમાં આવેલા (ભક્તો દ્વારા અર્પણ) નૈવેદ્ય-આદિને પોતાની વસ્તુની જેમ બરાબર સાચવવા અને યોગ્ય કિંમતે એને વેચવા, પરંતુ જેમ-તેમ મૂકવા નહીં. કારણ કે, જેમ તેમ મૂકવાથી દેવદ્રવ્ય-વિનાશાદિ દોષ લાગવાની આપત્તિ આવે છે. તથા ગૃહમંદિરના ફળ-નૈવેદ્ય-અક્ષતાદિની વિધિ આગળ બતાવી જ છે અને તે પાઠ માત્ર ગૃહમંદિરના માલિકને જ લાગું પડે તે વાત સાચી નથી. તે પણ પૂર્વે વિચારેલ જ છે.
કુતર્ક-૬
રાજાને મળેલ ભેટ-સોગાદો, રાજા દાનમાં આપે પણ પોતાનાં ભંડારો ન ભરે. તેવી જ રીતે ભગવાનને ધરેલા ફળ-નૈવેદ્ય-અક્ષત વિ. તે પ્રભુને અપાયેલી ભેટ / ગીફટ છે, તેને વેચીને રકમ ઉપજાવાય તો ભગવાનનું ચક્રવર્તીપણું લાજે તેથી તેને પૂજારીને કે અનુકંપા દાનમાં કેમ ન આપવા?
સમાલોચના:- દષ્ટાંત અને દાન્તિકનું યોજન કરવામાં આવ્યું છે તે યોગ્ય નથી. રાજાને મળતી ભેટો માટે કોઈ ચોક્કસ નિયમનો હોતા નથી. જ્યારે દેવને સમર્પિત થતા દ્રવ્યો માટે ચોક્કસ શાસ્ત્રીય નિયમનો હોય છે. દેવ આગળ ધરવામાં આવતા દ્રવ્યો અંગે આગળ જણાવેલા