________________
પ્રકરણ - ૪ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ?
૧૩૩ તેમનું જ નીચેનું લખાણ ખાસ ધ્યાન પૂર્વક વાંચો : તેઓ પોતાના જ પુસ્તકમાં એક સ્થળે લખે છે કે –
xxx “યાદ રાખજો કે આ રીતે “મફતીયા ધર્મની વૃત્તિ વ્યાપક બનશે તો દરેક ખાતાઓમાં પડતા તોટા પૂરા કરતાં જે વર્ષે થાકી જવાશે તે વખતે દેવદ્રવ્યોમાંથી પૂજારીને પગાર વગેરે ચાલુ થઈ જશે. ધર્માદાનું મફત વાપરનારો આ રીતે અંતે તો દેવદ્રવ્યના ભક્ષણનો જ ભાગી બનશે.” (“આંધી આવી રહી છે.' પૃ. ૧૨૭)
આ રીતે તમારી સામે હવે બે માર્ગ ઊભા થયા. આ કસોટીના સમયે તમારે તમારી બુદ્ધિમાં જે કાંઈ પણ શાણપણનો અંશ હોય તેનો ઉપયોગ કરી નિર્ભય અને આત્મહિતકર માર્ગ પસંદ કરી લેવો જોઈએ. પહેલા માર્ગે જવામાં ગાંઠનું બચે છે અને લેખકશ્રીનું અભયવચન મળે છે એ વાત સાચી પરંતુ જયારે શ્રાદ્ધવિધિકાર જેવા મહાન ઉપકારી શાસ્ત્રકર્તા ગાંઠનું જ યથાશક્ય વાપરવા દ્વારા પ્રત્યેક ધર્મકૃત્ય કરવાની ભલામણ કરતા હોય અને તેમ ન કરવામાં રહેલા અનેક દોષો બતાવતા હોય, ત્યારે લેખકના નિરાધાર અભયવચન પર ભરોસો રાખવામાં જરાય ડહાપણ ન ગણાય.
વળી તેમના બીજા લખાણને, અપેક્ષાએ પૂ.આચાર્ય દેવશ્રી ભુવનભાનુ સૂ.મ. (જેમને લેખકશ્રી પોતાના ગુરુદેવ માને છે)ની મહોરછાપ મળેલી છે, કારણ કે, એ પુસ્તક તેમની વિદ્યમાનતામાં જ પ્રકાશિત થયેલું છે અને તેમના એ લખાણ સામે ત્યારે અને અદ્યાપિ પર્યત ક્યારેય વિરોધનો અંશ પણ ઊઠ્યો નથી. માટે યથાશક્તિ ગાંઠનું જ વાપરતાં, જો તેમણે જણાવ્યું છે તેમ દેવદ્રવ્ય ભક્ષણના દારુણ પાપથી બચાતું હોય તો એ માર્ગે જ જવું હિતાવહ છે. વળી અહીં ગાંઠનું વપરાયેલું ભ. તીર્થંકર દેવ જેવા સર્વોચ્ચ સુપાત્રની ભક્તિમાં જ જવાનું હોઈ અત્યંત અનુમોદના પાત્ર બનશે. માટે પહેલો ભયાવહ માર્ગ નિશ્ચય પૂર્વક છોડી દઈને, બીજા નિર્ભય અને કલ્યાણકારી માર્ગને