________________
પ્રકરણ - ૭ઃ કલ્પિત દેવદ્રવ્ય વિચારણા-સમીક્ષા
૨૦૭ ગામમાં ગયા હતા. એ વખતે એમના મનમાં દેવદ્રવ્ય અને દેરાસર સાધારણનો ભેદ એકદમ સ્પષ્ટ હતો અને ૨૦૪૪'ના સંમેલન પછી ઉછામણીના દ્રવ્ય સ્વરૂપશુદ્ધદેવદ્રવ્યને કલ્પિતદેવદ્રવ્યનું નામ આપી એને દેરાસર સાધારણની સમકક્ષ મૂકવાનો તનતોડ પ્રયત્ન ચાલે છે. આને શું કહેવું!વિધિની વક્રતા કે પાપોદય?
(૧૧) વિશેષમાં...૨૦૪૪ના સંમેલન પછી ધા.વ.વિ.ના લેખકશ્રી દ્વારા માતૃ આશીષ - મુંબઈ સંઘને લખાયેલો પત્ર પણ અહીં ઉલ્લેખનીય છે – તે આ મુજબ છે –
૨૦૪૫, આ. વ. ૮
તપોવન શ્રીમાતૃ-આશિષ જૈન સંઘ!
ચન્દ્રશેખરવિ.ના ધર્મલાભ
મને તમારા શ્રીસંઘની જે કેટલીક બાબતો જાણવા મળી છે. તેને અનુલક્ષીને આ પત્ર લખું છું. નીચેની બાબતો ઉપર તમે સહુ ગંભીરતાથી વિચાર કરો અને તે રીતે જ અમલ કરો તો સંઘમાં શાસ્ત્રીયતા બરોબર જળવાઈ રહે એવી મારી સમજ છે.
(૧) સાધુ-સાધ્વીજીઓને શૌચાદિ માટે સંડાસ બાથરૂમના ઉપયોગ તરફ વાળવા ન જોઈએ.
(૨) સ્વપ્નદ્રવ્યની બધી આવક દેવદ્રવ્યમાં જ લઈ જવી જોઈએ. જે સ્થળે પૂજારીને પગારાદિ સ્વદ્રવ્યમાંથી આપવાની શક્તિ ન જ હોય ત્યાં જ સ્વપ્નદ્રવ્યમાંથી પૂજારીને પગારાદિ આપી શકાય. તમારા જેવા શક્તિસંપન્ન સંઘને તો આ સવાલ આવતો જ નથી. સ્વપ્નદ્રવ્યની ઉપજ ઉપાશ્રય ખાતે તો લઈ શકાય જ નહિ – આટલું ધ્યાનમાં લઈને નિર્ણય કરશો એવી આશા સાથે
- ચન્દ્રશેખર વિ...