________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
→ વિ.સં. ૨૦૪૪ના સંમેલન પછી લખાયેલા પૂર્વોક્ત પત્રમાં ૨૦૪૪ના સંમેલનના શાસ્ત્રવિરુદ્ધ દેવદ્રવ્ય વિષયક ઠરાવનો અમલ દેખાતો નથી. પરંતુ વિ.સં. ૧૯૯૦ના શ્રમણસંમેલને કરેલા શાસ્ત્રસાપેક્ષ દેવદ્રવ્ય વિષયક ઠરાવોનું અનુસરણ દેખાય છે. આમ છતાં, ૨૦૪૯’માં ધાર્મિક વહીવટ વિચાર' પુસ્તક લખ્યું તેમાં એ વાત વોસરાવી દીધી હતી અને શક્તિસંપન્ન કે શક્તિ રહિત તમામ સંઘોને દેવદ્રવ્યમાંથી (માત્ર સ્વપ્નદ્રવ્ય જ નહીં, પરંતુ તમામ પ્રકારની ઉછામણીના દ્રવ્ય – શુદ્ધદેવદ્રવ્યમાંથી) પૂજારીને પગાર આપવાની પ્રરૂપણા કરી છે. આને કયા પ્રકારની ઉદારતા માનવાની ? વાચકો સ્વયં વિચારે. આને શાસ્ત્રાનુસારિતા માનવી કે નહીં ? અને સુવિહિત પરંપરાની વફાદારી માનવી કે નહીં ? તે વાચકો સ્વયં વિચારે.
=
૨૦૮
→ મુદ્દો-૩ :- (ધાર્મિક વહીવટ વિચાર-પૃ. ૧૬, અહીં પણ અમે સમા.ની સગવડતા માટે A-B નં. આપ્યા છે.)
“(A) અહીં એક વાત ધ્યાનમાં રાખવી જરૂરી લાગે છે કે, દેવદ્રવ્યમાંથી કે કલ્પિત દેવદ્રવ્યમાંથી કોઈ જિનપૂજા કરે તો તે પાપ બાંધે છે તેવું ન કહેવાય.
કેમ કે, પૂજા દેવદ્રવ્ય પૂજા માટેનું જ ખાતું છે. વળી કલ્પિત દેવદ્રવ્ય પણ વ્યાપક બનીને પૂજા કરવા માટેની રકમ લેવાની રજા આપે જ છે. આ રીતે પૂજા કરવામાં પાપ લાગતું નથી. પ્રભુભક્તિ કરવાથી પુણ્ય જ બંધાય. પરંતુ જો શ્રાવકો આ દેવદ્રવ્યની રકમથી પૂજાદિ ન કરતાં સ્વદ્રવ્યથી પૂજા કરે તો ધનમૂર્ચ્યા ઉતારવાનો તેમને બહુ મોટો લાભ વધારામાં મળે ખરો. વળી સ્વદ્રવ્યની જિનપૂજામાં ભાવોલ્લાસ વધવાનો પણ વિશેષ સંભવ છે.
(B) જો દેવદ્રવ્યમાંથી દેરાસર નિર્માણ થઈ શકે છે અને તેને સુખી ભક્તો વાપરી શકે છે, તો તે જ દેવદ્રવ્યમાંથી દેરાસરજીમાં બિરાજમાન