SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા સાધારણ'ના નામે સંઘોમાં ચાલું છે અને કલ્પિત દેવદ્રવ્ય ખાતું જિનમંદિર સાધારણ” કે “દેવકા સાધરણ'ના નામે ચાલું છે – એટલે ત્રણ ખાતાનો અલગ-અલગ વહીવટ ચાલે જ છે. તેથી (D) માં જણાવેલી વાત પણ સાચી નથી અને ત્રણ ખાતા મૂળ નામે કે જુદા નામે સંઘોમાં પડેલા જ હોય છે અને પુજારીનો પગાર દેવકા સાધારણમાંથી (કલ્પિત દેવદ્રવ્યમાંથી) અપાય જ છે. માત્ર દેવકા સાધારણમાં બોલીના દ્રવ્યનો સમાવેશ થયેલો ન હોવો જોઈએ. | (૮) અહીં ઉલ્લેખનીય છે કે, જાણવા મળ્યા મુજબ પૂજા સામગ્રી માટેના દ્રવ્યોનાં અભાવે સંઘોની-શ્રાવકોની દૃષ્ટિ જીર્ણોદ્ધારાદિમાં જવા યોગ્ય શુદ્ધદેવદ્રવ્ય ઉપર ન જાય તે માટે પૂ.આ.ભ.શ્રી યશોદેવસૂરીશ્વરજી મહારાજાએ પ્રેરણા કરીને પૂજાની સામગ્રી ભેગી કરવા માટેના ચડાવાનો પ્રારંભ કરાવ્યો હતો. (અહીં યાદ રાખવું કે, અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી ભેગી કરવા માટેના ચઢાવાની રકમને જ “જિનભક્તિ સાધારણ દ્રવ્ય કહેલ છે. પરંતુ પહેલી બીજી અષ્ટપ્રકારી પૂજા કરવાના ચઢાવાની રકમ તો શુદ્ધદેવદ્રવ્ય જ છે. જિનભક્તિ સાધારણ દ્રવ્યમાંથી પૂજાદિની સામગ્રી લાવી શકાય છે.) (૯) બીજી અગત્યની વાત એ છે કે, આપણા પૂર્વજોએ તો ક્યાંક દેવદ્રવ્યથી પૂજા-પગાર વગેરે થતા હતા, ત્યારે તે સંઘોને સાધારણનું ફંડ કરાવી આપીને એમને એ દોષમાંથી બચાવવાનો માર્ગ અપનાવ્યો હતો. ત્યારે સંમેલનકારો અને લેખકશ્રી તો તમામ સંઘોમાં પૂજા-પગાર માટે શુદ્ધદેવદ્રવ્યનો માર્ગ ખુલ્લો કરી આપવાનું અભિયાન ચલાવી રહ્યા છે. પૂર્વજોના કર્તુત્વને યાદ કરવામાં આવશે તો પણ ખોટા માર્ગથી પાછા ફરવાની પ્રેરણા મળશે. (૧૦) અરે ! એક સમયે ખુદ ધા.વ.વિ.ના લેખકશ્રીએ રાધનપુરમાં દેવદ્રવ્યની દેરાસર સાધારણમાં વપરાયેલી રકમ ભરપાઈ ન કરે તો પ્રવેશ કરવાની ના પાડી હતી અને ગામ બહાર રહ્યા હતા અને ભરપાઈ થયા પછી
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy