________________
પ્રકરણ - ૭ : કલ્પિત દેવદ્રવ્ય વિચારણા-સમીક્ષા
૨૦૫
શ્રાવકોએ ઊભા કરેલા સ્થાયી ફંડરૂપ શાસ્ત્રીય કલ્પિત દેવદ્રવ્યમાંથી તો માત્ર અજૈન જ નહીં, પરંતુ જૈન પૂજારીને પણ પગાર આપી શકાય છે અને તેમાંથી અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી પણ લાવી શકાય છે.
(૫) તેઓને અહીં પ્રશ્ન છે કે - શાસ્રનિર્દિષ્ટ કલ્પિત દેવદ્રવ્યમાં તો જૈન-અજૈન બંને પૂજારીને પગાર આપી શકાય છે, તો તમે માત્ર અજૈન પૂજારીને જ કેમ જણાવ્યું છે ? શું તમને શંકા રહી જાય છે કે, અમે સ્વપ્નાદિકની ઉછામણીના દ્રવ્યનો એમાં પ્રક્ષેપ કર્યો છે, તેથી શુદ્ધ-કલ્પિતથી મિશ્રિત દેવદ્રવ્યમાંથી જૈન પૂજારીને પગાર આપવાથી દોષ લાગી શકે ! આ અવઢવવાળી સ્થિતિ જ શું એમ નથી બતાવતી કે ક્યાંક ગરબડ થઈ રહી છે !
(૫) B - વિભાગમાં બીજી એક વિચિત્ર રજૂઆત કરી છે કે (તેમના સ્વમતિ કલ્પિત ઉછામણીના દ્રવ્યના પ્રક્ષેપવાળા) કલ્પિત દેવદ્રવ્યમાંથી અજૈન પૂજારીને પગાર અપાય અને જૈન શ્રાવક-શ્રાવિકાને પૂજા કરવા માટે અષ્ટપ્રકારી પૂજાનાં દ્રવ્યો અપાય. જો પૂજાના દ્રવ્યો એમાંથી જૈનને આપી શકાય, તો જૈનને પગાર કેમ ન આપી શકાય ? પગાર તો કામ કરાવીને આપવાનો છે, છતાં ના પાડી છે અને પૂજાની સામગ્રી આપવાની છૂટ્ટી આપી છે ! આવું કેમ ? આનું રહસ્ય સ્પષ્ટ કરશો ?
(૬) ખરી વાત તો એ છે કે, કલ્પિત દેવદ્રવ્યમાં શાસ્ત્રકારોએ કે સુવિહિત મહાપુરુષોએ ઉછામણીના દ્રવ્યનો પ્રક્ષેપ કર્યો જ નથી.
(૭) ૮ - વિભાગની વાત પણ સાચી નથી. મૂળ નામે કે જુદા નામે ત્રણે ખાતા સક્રિય છે જ અને શાસ્ત્રાધારે એનો વિનિયોગ થાય જ છે. “દેવદ્રવ્યની એક જ કોથળી રાખીને જિનભક્તિ માટે ઉપયોગ કરાય છે.” તે વાત પણ તદ્દન ખોટી છે. લોકોને ગેરમાર્ગે દોરનારી છે.
અક્ષતાદિ નિર્માલ્ય દ્રવ્યોના વેચાણથી પ્રાપ્ત નિર્માલ્ય દેવદ્રવ્ય જિનાલયના જીર્ણોદ્ધારમાં વપરાય છે. ‘પૂજા દેવદ્રવ્ય’ ખાતું ‘જિનભક્તિ