________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
૨૦૪
દેવદ્રવ્યને, દેવકું સાધારણ કહેવાય છે.
(B) આ કલ્પિત દેવદ્રવ્યની રકમમાંથી (અજૈન) પૂજારીને પગાર આપી શકાય તેમ જ અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી પણ લાવી શકાય અને આભૂષણો પણ બનાવી
શકાય.
(C) જો કે હાલમાં આવા ત્રણ વિભાગ (ત્રણ કોથળી) ક્યાંય રાખવામાં આવેલા જાણવા મળતા નથી. હાલ તો દેવદ્રવ્યની એક જ કોથળી રાખીને જિનભક્તિ માટે ઉપયોગ કરાય છે.
(D) પણ, આથી તો નિર્માલ્ય દેવદ્રવ્યની રકમમાંથી પણ જિનપૂજા થવાનો સંભવ રહે, જેનો શાસ્ત્રકારોએ નિષેધ કર્યો છે. એટલે આવી ત્રણ કોથળીઓ કરાય અને કલ્પિત દેવદ્રવ્યમાંથી પૂજારીને પગાર અપાય, જિનપૂજાની સામગ્રી લવાય તો શાસ્ત્રવ્યવસ્થા બરોબર જળવાઈ રહે.
સમાલોચના
(૧) A-વિભાગની વાત સાચી નથી. સ્વપ્નાદિકની ઉછામણી કે ઉપધાનમાળની ૨કમ શુદ્ધદેવદ્રવ્ય છે. પરંતુ પૂજા-નિર્માલ્ય-કલ્પિત-આ ત્રણેમાંથી એક પણ પ્રકારની નથી. શુદ્ધદેવદ્રવ્યનો ઉપયોગ શાસ્ર અને પરંપરા અનુસારે જીર્ણોદ્વારાદિમાં થાય છે. પરંતુ ઉછામણીની રકમનો ઉપયોગ જિનાલયના તમામ કાર્યોમાં કરી શકાતો નથી અને જો ક૨વામાં આવે તો દેવદ્રવ્યના દુરુપયોગ-ભક્ષણનો દોષ લાગે છે.
(૨) કલ્પિત દેવદ્રવ્યને દેવકું સાધારણ કહી શકાય છે. પરંતુ તે કલ્પિત દેવદ્રવ્યમાં ઉછામણીના દ્રવ્ય સ્વરૂપ શુદ્ધદેવદ્રવ્ય ભળેલું ન હોય તો. શ્રાવકોએ પોતાનું દ્રવ્ય જિનાલયના કાર્ય માટે અલગથી આપેલું હોય તેને દેવકું સાધારણ કે કલ્પિત દેવદ્રવ્ય કહેવાય છે.
(૩) આથી શુદ્ધદેવદ્રવ્યને કલ્પિતમાં ભેળવીને (દેવકું) સાધારણ બનાવવાથી દેવદ્રવ્યના ભક્ષણનો ભયંકર દોષ લાગે છે.
(૪) B-વિભાગની વાત સાચી ખરી. પરંતુ કલ્પિત દેવદ્રવ્યમાં ઉછામણીનું દ્રવ્ય સમાયેલું ન હોય ત્યારે જ અને ઉછામણીના દ્રવ્યથી રહિત