________________
પ્રકરણ - ૭ઃ કલ્પિત દેવદ્રવ્ય વિચારણા-સમીક્ષા
૨૦૩ પરંપરા ક્યારેય સંઘમાં હતી જ નહીં. બોલીનું દ્રવ્ય શુદ્ધ દેવદ્રવ્યમાં જ જાય છે અને તેનો વિનિયોગ જિનાલયના જીર્ણોદ્ધારાદિમાં જ થાય છે. પરંતુ લેખકશ્રીએ જણાવ્યા મુજબ જિનાલયના સર્વકાર્યોમાં થતો નથી. (અમારી આ વાતમાં પુરાવો જોઈતો હોય તો પૂ.આ.ભ.શ્રી. કલ્યાણસાગરસૂરિજી મ. દ્વારા લિખિત - વિ.સં. ૨૦૪૪માં શ્રીમોક્ષકલ્યાણકસભ્યશુદ્ધિ દ્વારા પ્રકાશિત “વાંચો વિચારો અને વંચાવો” પુસ્તકના પૃ. ૪૪ થી ૬૨ સુધીમાં સાત ક્ષેત્રની આવક અને સદુપયોગની વિગતો આપી છે, તે જોવા ભલામણ છે. અમે પરિશિષ્ટ-૧૫માં પણ તેમાંથી ગ્રહણ કરીને દેવદ્રવ્ય-ગુરુદ્રવ્ય વિષયક માહિતી આપી છે. ત્યાં પણ જોઈ શકાશે.)
– આથી લેખકશ્રીએ ખોટી હકીકત જણાવી લોકોને ભ્રમમાં નાખી ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે.
– આમ તો આ એક જુઠ્ઠાણાનો પર્દાફાસ થતાં તે પુસ્તકના મુદ્દાઓકુતર્કોની વિશેષ સમાલોચના કરવાની જરૂર રહેતી જ નથી. પરંતુ તેમને એક અસત્ય વાતનો આગ્રહ કેટલા જુઠ્ઠાણાઓ ફેલાવવાની અનુચિત પ્રવૃત્તિ કરાવડાવે છે, તે ખુલ્લું પાડવું પણ જરૂરી છે. છેલ્લા ૨૦ વર્ષમાં અનેકવાર એમના જુઠ્ઠાણાઓનો પર્દાફાસ અનેકવિધ લેખકોએ કર્યો જ છે. છતાં પણ મિથ્યાભિનિવેશના કારણે અસત્યને પ્રચારવાની એમની ધૂન છૂટતી નથી. જો કે, એમનું તો જે થવું હોય તે થાય, પરંતુ ભવ્યાત્માઓ એ કુટીલ પ્રચારમાં ફસાઈને દેવદ્રવ્યના ભક્ષક-વિનાશક ન બને તે માટે અમારો આ પ્રયત્ન છે.
મુદ્દો-૨ :- (પૃ. ૧૬). (નોંધ : સમાલોચનાની સગવડતા માટે AB-C-D વિભાગ પાડ્યા છે.)
(A) આ ઉપરથી એમ કહી શકાય કે, સ્વપ્નાદિકની ઉછામણી કે ઉપધાનની માળની રકમ દેવદ્રવ્ય તો ખરી જ, પરંતુ તે દેવદ્રવ્ય એટલે પૂજા (અષ્ટપ્રકારી પૂજાના. વાર્ષિક ચડાવા વગેરે સ્વરૂપ) કે નિર્માલ્ય દેવદ્રવ્ય નહિ પરંતુ કલ્પિત દેવદ્રવ્ય. આ રકમનો ઉપયોગ દેરાસરજીના તમામ ખર્ચાઓમાં કરી શકાય. આથી જ આ કલ્પિત