________________
૨૦૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા પ્રકરણની કલ્પિત દેવદ્રવ્યની વ્યાખ્યા સાચી કરી છે. જે પૂર્વે જણાવેલા અનુવાદકોએ કરેલી વ્યાખ્યાને મળતી પણ આવે છે. જ્યારે પૃ. ૧૫ અને પૃ. ૧૭૪ ઉપર કરેલી વ્યાખ્યાઓ સ્વમતિકલ્પનાથી કરેલી છે.
(૧૨) ધાર્મિક વહીવટ વિચાર’ પુસ્તકમાં “કલ્પિત દેવદ્રવ્યની વ્યાખ્યા સગવડ મુજબ બદલાતી રહી છે, પરંતુ તેના ઉપયોગ અંગે બધે એકવાક્યતા દેખાય છે. - આ ગ્રંથ-ગ્રંથકારનો દ્રોહ છે અને સંઘને છેતરવાનો મલિન ઈરાદો નહીં તો બીજું શું છે?
(૧૩) પૃ. ૧૭૪ ઉપર “સમય જતાં નિર્વાહ માટેનું ફંડ ભક્તો પાસેથી મેળવવામાં મુશ્કેલી થઈ ત્યારે નિર્વાહ કરવાની કલ્પનાથી બોલી-ચઢાવાની પદ્ધતિ શરૂ કરાઈ એ દ્વારા મળતી રકમ તે કલ્પિત દેવદ્રવ્ય ગણાઈ” આ વાત લખાઈ છે, તે તદ્દન અસત્ય છે. શાસ્ત્રપરંપરાથી એકદમ વિરુદ્ધ વાત છે. કારણ કે, શાસ્ત્ર-પરંપરા દેવદ્રવ્યની વૃદ્ધિ માટે બોલીની પદ્ધતિનું પ્રવર્તન જણાવે છે.
(૧૪) “ધાર્મિક વહીવટ વિચાર” આદિ પુસ્તકોમાં “કલ્પિત દેવદ્રવ્યની મીમાંસામાં અનેકવિધ મુદ્દાઓની રજૂઆત થઈ છે અને તેમાં ભરપૂર કુતર્કો થયા છે. તેની સમાલોચના હવે ક્રમશઃ કરીશું– = અનેક મુદ્દાઓની સમાલોચના:મુદ્દો-૧: ધા.વ.વિ., પૃ-૧૫
વળી હાલ પણ પરંપરા મુજબ સેંકડો વર્ષોથી ચાલતી આવતી સ્વપ્ન, સંઘમાળઅંજનશલાકા-પ્રતિષ્ઠાદિ-આરતી, મંગળદીવો-પ્રથમ પ્રક્ષાલ પૂજા, કેસરપૂજા, ફૂલપૂજા વગેરેની ઉછામણીઓ, ઉપધાનની માળની ઉછામણી-નકરા, નાણના નકરા વગેરે બધાનો સમાવેશ કલ્પિત દેવદ્રવ્યમાં થાય છે, કેમ કે, આ બધી ઉછામણીઓ પણ જિનભક્તિ નિમિત્તે શ્રાવકોએ આચરેલ છે.”
- સમાલોચના:
અહીં લેખકશ્રીએ સંઘસમક્ષ ખોટી હકીકત જણાવી છે. ઉપર જણાવેલી