SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ - ૧૧: ધાર્મિક દ્રવ્યનો વહીવટ કેમ કરશો? ૩૦૯ ઉપયોગ તે-તે કાર્ય માટે જ કરી શકાય છે. એમાં વૃદ્ધિ હોય તો શાસ્ત્રીય મર્યાદાનુસાર ઉપરના ખાતામાં લઈ જવાય. ૧૭. કાલકૃત: ખાસ કરીને પર્યુષણાના દિવસો, પોષ દશમી, અક્ષય તૃતીયા, જિનમંદિરની સાલગીરા વગેરે પર્વોના નિશ્ચિત દિવસોમાં વાપરવા માટે દાતાએ જો દ્રવ્ય આપ્યું હોય, તો તેનો ઉપયોગ તે-તે દિવસ સંબંધી કાર્યોમાં જ કરવો જોઈએ. ૧૮. અનુકંપાઃ દરેક દીન-દુઃખી, નિઃસહાય, વૃદ્ધ, અનાથ, અપંગ લોકોને અન્નપાણી, વસ્ત્ર, ઔષધિ વગેરે આપવા દ્વારા દ્રવ્યદુઃખ ટાળીને પરંપરાએ ભાવદુ:ખ (સંસાર) ટાળવાનો પ્રયત્ન એટલે અનુકંપા. આના માટે મળેલી રકમ ઉપરોક્ત કાર્યોમાં વાપરવી જોઈએ. – આ સામાન્ય દ્રવ્ય છે. આથી ઉપરના સાત ક્ષેત્રોમાં કે કોઈ પણ ધાર્મિક ક્ષેત્રોમાં આનો ઉપયોગ કરી શકાય નહિ. તે જ રીતે સાત ક્ષેત્રોનું પવિત્ર દ્રવ્ય પણ અનુકંપા ક્ષેત્રમાં વાપરી શકાય નહિ. – અત્યંત આવશ્યકતા હોય તો અનુકંપાનું દ્રવ્ય જીવદયામાં વાપરવાની રજા મળે છે. – હિંસાને પ્રોત્સાહન આપતી હૉસ્પિટલો વગેરેમાં આ દ્રવ્ય વાપરી શકાય નહિ. – આ દ્રવ્ય રાખી ન મૂકાય, તરત વાપરી દેવું જોઈએ. નહીંતર અંતરાયનું પાપ લાગે છે. ૧૯. જીવદયા: જીવદયાની ટીપ (ફંડ), જીવદયાના ભંડારની આવક, જીવદયાનો
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy