SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા ૨૧૦ એમને આપવાના હોતા નથી, પરંતુ ત્યાં જઈને જે ભક્તિ કરે, તે પોતાના દ્રવ્યથી જ કરે પરંતુ દેવદ્રવ્યથી નહીં. કારણ કે, શાસ્ત્ર અને પરંપરાની એમાં મંજૂરી નથી અને શાસ્ત્ર-પરંપરાની મર્યાદાનું શ્રાવકાદિ ઉલ્લંઘન કરે તો પાપમાં પડ્યા વિના રહે નહીં. - - મુદ્દા નં-૪ : ધા.વ.વિ.ના રૃ. ૨૦ ઉપર લખ્યું છે કે, “કલ્પિત દેવદ્રવ્ય નિભાવ માટે કલ્પેલી કાયમી નિધિરૂપ રકમ તથા સ્વપ્નાના ચઢાવા, ઉપધાનની માળની, સંઘમાળની, વરઘોડાની, ઉછામણી વગેરેની રકમ.” – સમાલોચના :- સંબોધ પ્રકરણના ગ્રંથકારશ્રીએ આવી કલ્પિત દેવદ્રવ્યની વ્યાખ્યા કરી જ નથી અને લેખકશ્રીએ પોતાના પુસ્તકના પૃ. ૧૫૯ (૩.૧) ઉપર જણાવેલી વ્યાખ્યાથી પણ આ વિરુદ્ધ છે. મુદ્દા નં.-૫ : પૃ. ૨૦ ઉપર લખે છે કે, ‘‘કલ્પિત દેવદ્રવ્યની રકમ જિનપ્રતિમા અને જિનમંદિર અંગેના તમામ કાર્યો, કેસરાદિ લાવવું, અજૈન ગુરખા પૂજારીને પગાર આપવા, દીવાબત્તીનો ખર્ચ કાઢવો વગેરેમાં વાપરી શકાય. હા, આ ખાતાની રકમ જીર્ણોદ્ધાર નૂતન જિનમંદિરમાં પણ વાપરી શકાય (પેજ નં. ૨૦) સમાલોચના - કલ્પિત દ્રવ્યની લેખકશ્રીના પુસ્તકના પેજ ૧૬૧માં જે વ્યાખ્યા છે, તેમાંથી તો અજૈન જ નહીં, પણ જૈન પૂજારીને પણ પગાર આપી શકાય. પરંતુ પેજ ૧૫-૨૦માં ચઢાવાનું દ્રવ્ય કલ્પિતમાં ઘાલીને આ દ્રવ્યને કલંકિત કર્યું છે અને તેથી જ તેમનાં કલ્પેલા કલ્પિત દ્રવ્યમાંથી કેશર-૫ગારાદિની કલ્પના કલ્પના જ છે. પૂ.હરિભદ્રસૂ.મ.ના નામે જુઠ્ઠાણું ચલાવ્યું છે. મુદ્દા નં. ૬ : પેજ નં. ૨૧ - ‘‘હાલ જે દ્રવ્ય દેવકુ સાધારણ કહેવાય છે તે પણ યથાયોગ્ય પૂજા કે કલ્પિત કે
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy