________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
૧૯૦
છીએ : એના ઉપરથી વાચકો કોણ પ્રામાણિક છે, તે સ્પષ્ટ રીતે સમજી
શકશે.
પં. શ્રી કલ્યાણવિજયજી : તેમના મતિકલ્પિત અભિપ્રાયો અને સ્વચ્છ વિચારો
પ્રશ્ન ઃ ‘સંબોધ પ્રકરણ’ના રચયિતા અંગે પં. શ્રી કલ્યાણવિજયજીનો આવો અભિપ્રાય છે તો આપણી તેમાં શું માન્યતા છે ?
ઉત્તર ઃ આપણે જ નહિ, પણ પં. શ્રી કલ્યાણવિજયજી, સિવાય સમસ્ત તપગચ્છ સંઘ, કોઈ પણ જાતના મતભેદ વિના એ ગ્રંથને પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાનો રચેલો એક અત્યંત પ્રમાણભૂત ગ્રંથ માને છે. તેથી જ જ્યારે જ્યારે કોઈ કોઈ પણ શાસ્ત્રીય મહત્ત્વના નિર્ણયો લેવાયા હોય, ત્યારે અનેક પ્રસંગે જરૂર જણાઈ ત્યાં તે ગ્રંથની સાક્ષી આપવામાં આવી છે.
પ્રશ્ન : પં. શ્રી કલ્યાણવિજયજીએ આવો અભિપ્રાય શા આધારે આપ્યો ?
:
ઉત્તર ઃ પોતાની કલ્પનાના આધારે. વિદ્વાન ગણાતા તેઓ પોતાની કલ્પનાશીલતા ઉપર મદાર બાંધીને અનેક પ્રાચીન ગ્રંથો અને સમર્થ પૂર્વ પુરુષો માટે ગમે તેવા અભિપ્રાયો પ્રગટ કરતાં અચકાયા નથી. જે ગ્રંથના અધ્યયન માટે સાધુઓને બાવન દિવસ લગાતાર આયંબિલના તપપૂર્વક યોગોદ્વહન કરવાના હોય છે અને તે પછી જ તેના વાંચનનો અધિકાર પ્રાપ્ત થાય છે, એવા પરમ પવિત્ર શ્રી મહાનિશીથસૂત્ર માટે તેઓએ અનેકની શ્રદ્ધાનાં મૂળીયાં હાલી ઊઠે તેવું લખ્યું છે કે :
“વિદ્યમાન મહાનિશીથ વિક્રમ કી નવમી શતાબ્દી મેં ચૈત્યવાસીયો દ્વારા નિર્મિત નયા સૂત્ર સંદર્ભ હૈ । ઇસકા વિષય બહુધા જૈન આગમોં સે વિરુદ્ધ પડતા હૈ ।” (નિબંધ નિચય-૯૩)
પ્રસ્તુત સંબોધ પ્રકરણ માટે તેમણે લખ્યું છે કે –