SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૧૭ ૪૨૭ પુરાણમાં પણ કહ્યું છે કે - देवद्रव्येन या वृद्धि गुरुद्रव्येन यद् धनं । तद् धनं कुलनाशाय मृतो पि नरकं व्रजेत् ॥ – દેવદ્રવ્યથી જે ધનની વૃદ્ધિ અને ગુરુદ્રવ્યથી જે ધન પ્રાપ્ત થાય છે, તે કુળનો નાશ કરે છે અને મર્યા પછી નરકમાં લઈ જાય છે અર્થાત્ દેવદ્રવ્યનો ઉપયોગ કરી કોઈ વ્યક્તિ પોતે પૈસા કમાય તો તે કમાયેલા પૈસા કુળનો નાશ કરે છે અને સ્વયંને નરકમાં લઈ જાય છે. આવું જ ગુરુદ્રવ્ય માટે પણ સમજવું. चेइअदव्वं साधारणं च जो दुहइ मोहिय-मईओ। धम्मं च सो न याणइ अहवा बद्धाउओ नरए ॥ સંવાદ પ્રર મા. ૨૦૭ | – મોહથી અવરાયેલી બુદ્ધિવાળો જે મનુષ્ય દેવદ્રવ્ય અને સાધારણ દ્રવ્યનો સ્વયં ઉપયોગ કરે છે, તે ખરેખર ધર્મને જાણતો જ નથી અને તેણે નરકનું આયુષ્ય બાંધી લીધું છે એમ સમજવું. चेइअदव्वविणासे रिसिघाए पवयणस्स उड्डाहे । संजइ-चउत्थभंगे मूलग्गी बोहिलाभस्स ॥ संबोध प्रकरण गा. १०५ ॥ – દેવદ્રવ્યનો નાશ, મુનિની હત્યા, જૈન શાસનની અવહેલના કરવીકરાવવી અને સાધ્વીના ચોથા વ્રતનો ભંગ કરવો, આ બધું સમ્યકત્વરૂપી વૃક્ષનાં મૂળને બાળવા માટે અગ્નિ સમાન છે. प्रभास्वे मा मतिं कुर्यात् प्राणैः कण्ठगतैरपि । अग्निदग्धाः प्ररोहन्ति प्रभादग्धो न रोहयेत् ॥ श्राद्धदिन-कृत्य १३४ ॥ – પ્રાણ કંઠે આવી જાય તો પણ (મૃત્યુ આંખ સામે દેખાય તો પણ) દેવદ્રવ્ય લેવાની બુદ્ધિ કરવી ન જોઈએ. કારણ કે, અગ્નિથી બળેલા વૃક્ષો ફરી ઉગે છે. પણ દેવદ્રવ્યના ભક્ષણરૂપ પાપથી બળેલા ફરી ક્યારેય ઉગતા નથી. (સુખ પામી શકતા નથી.)
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy