SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા પૂજારી વગેરેને અપાતી હોય, એટલા માત્રથી એ માર્ગ બની જતો નથી. એ શાસ્ત્રવિરુદ્ધ પ્રવૃત્તિને અટકાવવી જ જોઈએ અને તે તે સંઘો કે ગૃહમંદિરના માલિક શ્રાવકોને શાસ્ત્રનિર્દિષ્ટ માર્ગથી જ્ઞાત કરવા જોઈએ. શાસ્ત્રો ફરમાવે છે કે, સંવિગ્ન-ભવભીરૂ-ગીતાર્થ મહાપુરુષો દ્વારા આચરિત અને અશઠ મધ્યસ્થ ગીતાર્થ દ્વારા અનિષિદ્ધ સુવિહિત પરંપરા જ માર્ગ બની શકે છે. બીજી નહીં. ૦ કલ્પિત દેવદ્રવ્યઃ કલ્પિત દેવદ્રવ્યની વ્યાખ્યા પૂર્વે જણાવી જ છે. આ પ્રકારના દેવદ્રવ્યમાં કયા દ્રવ્યનો સમાવેશ થાય, એ અંગે વિ.સં. ૨૦૪૪'ની સાલ સુધી કોઈ વિવાદ જ નહોતો. પૂર્વે જણાવેલી વ્યાખ્યા મુજબ ધનવાન શ્રાવકોએ કે સ્વદ્રવ્યથી જિનાલય બંધાવનાર શ્રાવકોએ જિનમંદિરના તમામ પ્રકારના નિર્વાહ માટે કલ્પલા કોષ (સ્થાયી ફંડ)ને કલ્પિત દેવદ્રવ્ય તરીકે જણાવેલ છે. તેમાં કોઈ વિવાદ જ નહોતો અને એ કલ્પિત દેવદ્રવ્યમાંથી પૂજારીના પગારથી માંડીને જિનાલયના તમામ કાર્યો પાર પાડી શકાય છે. – આ વિષયમાં વિવાદ શરૂ થયો ૨૦૪૪'ના સંમેલનના ઠરાવોથી. સ્વપ્ન આદિની બોલીની રકમ જે વિ.સં. ૨૦૪૪ના સંમેલન સુધી શુદ્ધદેવદ્રવ્યમાં ગણાતી હતી-જતી હતી અને તેનો ઉપયોગ જીર્ણોદ્ધારાદિમાં થતો હતો, તેને બદલીને ૨૦૪૪'ના સંમેલને સ્વપ્ન આદિની બોલીની રકમને કલ્પિત દેવદ્રવ્ય તરીકે ઠરાવીને તેનો ઉપયોગ જિનાલયના તમામ કાર્યો માટે કરવાનું જણાવ્યું - ત્યારે વિવાદની શરૂઆત થઈ હતી. – સ્વપ્ન-અંજનશલાકા-આરતી-મંગલદીવો વગેરેની બોલીની આવક શાસ્ત્રાનુસારી પરંપરા મુજબ શુદ્ધદેવદ્રવ્યમાં જ જાય છે. – પ્રભુભક્તિ નિમિત્તે બોલાતી કોઈપણ બોલીની રકમનો સમાવેશ કલ્પિત દેવદ્રવ્યમાં ક્યારેય ન થાય. – અહીં ઉલ્લેખનીય છે કે,
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy