________________
પ્રકરણ - ૨ : દેવદ્રવ્યના વિવિધ પ્રકારો
૪૩
અવસૂરિકારે અહીં મૂકેલું ‘આદિ’ પદ ખૂબ સૂચક છે. તે સૂચવે છે કે, દેવદ્રવ્યના માત્ર ત્રણ ભેદ જ નથી. પણ બીજા પણ ઘણા ભેદો છે જ. તે વર્ગે જવાબ આપવો જોઈએ કે, ત્યાં જણાવેલ ‘આદિ’ પદથી તેઓ શું ગ્રહણ કરવા માંગે છે ?
ખાસ નોંધનીય બાબતો :
(A) દ્રવ્યસપ્તતિકાની અવસૂરિના પૂર્વોક્ત પાઠમાં ઉછામણી દ્વારા શ્રીસંઘને અર્પણ કરેલી રકમ સ્વરૂપ દેવદ્રવ્ય અને કલ્પિત દેવદ્રવ્ય અલગ જણાવેલ છે, તે એકદમ સ્પષ્ટ રીતે પ્રતીત થાય છે. આથી ઉછામણીની આવક કલ્પિતદેવદ્રવ્યમાં ગણી શકાય જ નહીં. એટલા માટે ધાર્મિક વહીવટ વિચાર” પુસ્તકના લેખકશ્રીની માન્યતા તદ્દન શાસ્ત્રવિરુદ્ધ છે તથા પૂર્વકાલીન પૂ. મહાપુરુષોની પરંપરાથી પણ વિરુદ્ધ છે.
આ અવસૂરિનો પાઠ અને પરિશિષ્ટ-૨માં સંકલિત કરેલા પૂ. આ.ભગવંતોના પત્રો જોવાથી ખ્યાલ આવી જશે કે, “ધાર્મિક વહીવટ વિચાર”માં કલ્પિતદેવદ્રવ્ય માટે કરાયેલા તમામ વિધાન ભૂલભરેલા છે. આની વિશેષ ચર્ચા પ્રકરણ-૭માં કરીશું.
(A/1) “ધાર્મિક વહીવટ વિચાર” પુસ્તકનો પ્રચાર કરનારા વગે જવાબ આપવો જોઈએ કે, તમે પૂર્વનિર્દિષ્ટ દેવદ્રવ્યના તમામ પ્રકારનો સમાવેશ સંબોધ પ્રકરણમાં નિર્દિષ્ટ દેવદ્રવ્યના ત્રણ ભેદોમાં કઈ રીતે કરશો ? એમાં તમારી પાસે કયા શાસ્ત્રનો આધાર છે ?
(B) સંકલ્પિત અને સમર્પિત દ્રવ્યનો ભેદ :
બીજી મહત્વની વાત એ નોંધવાની છે કે, પૂર્વના અવસૂરિના પાઠમાં દૃઢ નિશ્ચય પૂર્વકના સંકલ્પથી અલગ કાઢેલા કે શ્રીસંઘને આપેલા પૈસાને ‘દેવદ્રવ્ય’ સંજ્ઞા લાગવા છતાં તે શ્રાવકનું સ્વદ્રવ્ય છે અને એ પૈસાથી (સંકલ્પ અનુસારે) પ્રભુપૂજા, મહાપૂજા, સ્નાત્રાદિ કોઈપણ અનુષ્ઠાન થઈ શકે છે.